________________
૬૦૮
ગીતા દર્શન
શકે છે. જન્મના ગાયતે શૂદ્ર સંરિદ્ર દ્વિન ૩ વ્યતે' એ ઉકિત ઉપલી શ્રેણીનું પ્રતિપાદન કરે છે.
ત્યારે સવાલ થશે કે આજે જુદાં જુદાં વર્ગો, જ્ઞાતિઓ વગેરે પડયાં તેનું શું ? લુહારી કામ કરનાર લુહાર કહેવાય, સુતારી કામ કરનાર સુતાર કહેવાય. પણ એ બે ભાઈ જુદાં કામ કરે એને લીધે રોટીવ્યવહાર જુદો હોઈ શકતો નથી. તેમ પ્રથમ નહિ હોય. સંભવ છે, બે ભાઈ જુદા પડે છે, તે સગવડ ખાતર પડે છે, તેમ આ મોટી માનવજાતનો વ્યવહાર એક ચોકે અશકય હોય ત્યાં વિભાગ પડી ગયા હશે. પરંતુ ચોકા જુદા પડયા પછી, ભેગા ન જ થાય કે ભેગા થવાથી વટલી જવાય અને માણસને અડવાથી પણ અભડાઈ જવાય એ બધી અતિશયોકિતઓ અને કાઢી નાખવા જેવા વહેમો છે. એમ જ આપણને ગીતાની આ વર્ણવ્યવસ્થાથી સમજાય છે.
સગવડ ખાતર અલબત્ત વ્યવસ્થા યોગ્ય છે. આવી વ્યવસ્થા ઘરમાં પણ પડે છે. દા. ત., એક બાઈ દળવા ખાંડવા આદિમાં નિયત હોય, બીજી બાઈ રાંધવાના કાર્યમાં હોય, ત્રીજી બાઈ ગાયોની સાર-સંભાળમાં હોય, પણ માનો કે રાંધવાવાળી બાઈ બીમાર હોય કે દૂર બેઠેલ હોય તો શું પેલી બાઈ કે ત્રીજી બાઈ ઘરનાંને ભૂખ્યાં રાખે અને પોતે પણ ભૂખી રહે, કે રાંધવાવાળી બાઈનું કામ સંભાળી લે? આનો જવાબ એ જ કે તે કાર્ય બીજી બન્ને બાઈઓ સંભાળી જ લે. અને તે કાર્ય સંભાળી લેવા માત્રથી કંઈ તે ઊંચી-નીચી ન ગણાય. જેમ બાઈના સંબંધમાં ઉદાહરણ લીધું, તેમજ ભાઈના સંબંધમાં પણ લાગુ પડે છે. ભાઈ પણ બહેનોનું ઉપલું કામ એવા સંજોગોમાં સંભાળી લે. અને તેથી કાંઈ તે ભાઈ ટળીને બાઈ ન બની જાય !
ચાલો હવે ગીતાકારના શબ્દો ભણી વળીએ: શ્રીકૃષ્ણચંદ્ર બોલે છે:
कृषिगोरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ।।४४|| ખેતી વેપાર ગોરક્ષા, વૈશ્યકર્મ સ્વભાવથી;
તેમ સેવાભર્યા કમ, શૂદ્રોનાં ય સ્વભાવથી. ૪૪ (હે ભારત !) ખેતી, ગોરક્ષા (એટલે ગાયો પાળવાનો વ્યવસાય) તથા વેપાર એ ત્રણે સ્વભાવજન્ય વૈશ્યકર્મો છે. અને સઘળાં સેવામય કર્મ સ્વભાવજન્ય