________________
અધ્યાય અઢારમો
soo
પ્રજા પાસેથી આવેલો પ્રામાણિક કર પણ પ્રજાના હિત ખાતર જ ખર્ચાય. રાજા પોતે તો તદ્દન સાદો સંયમલક્ષી જ હોય! ત્યારે જ ક્ષત્રિય રાજવીનું ઐશ્વર્ય જળવાય. પ્રજાપ્રેમ સિવાય ઐશ્વર્ય ક્ષણવાર પણ ન ટકે.
આ રીતે આ સાત ગુણોમાં ક્ષત્રિયવટનો સુંદર આદર્શ રજૂ કર્યો છે. વાલ્મીકિજીએ નિરૂપલા રામચંદ્રજી આ આદર્શની જીવંત મૂર્તિ છે. દંડકારણ્ય જવા પાછળ શૌર્ય અને ત્યાં પાળેલા બ્રહ્મચર્યતેજની કુદરતી પ્રતિભા દેખાઈ આવે છે. એમની વૃતિને તો ધન્ય જ છે. અયોધ્યાની રાજગાદી એમને જરાયે યાદ આવી નહિ, પણ ટેક પાળવાના દઢ સંસ્કારો જ ફળ્યા. એમની ચતુરાઈ સ્વધર્મપાલનમાં અજબ હતી જ. કૈકેયી એમના વનવાસના નિમિત્તરૂપ હતાં, છતાં કેવાં ભવ્ય માતૃભાવે એ એમને પૂજીને હસતે મુખડ અયોધ્યા છોડી ચાલી નીકળ્યા ! કેટલી અનુપમ ઉદારતા! અયોધ્યાના પ્રજાહૃદય પર જમાવેલું સર્વોપરિ શાસન એ એમનું સ્વાભાવિક ઐશ્વર્ય હતું.
અરાજકતાથી કોઈ દેશની પ્રજાનું ચાલવાનું નથી, એટલે આવા પ્રજાવત્સલ ગુણીના હાથમાં જ રાજલગામ સોંપવી જોઈએ. જેમ વંશપરંપરાગત બીજા વર્ષો પણ પ્રજાઘડતરમાં નિરર્થક ઠરે છે, તેમ ક્ષત્રિયવર્ણના સંબંધમાં પણ સમજવું. એટલે યોગ્યતા હોય તો જુદી વાત છે. પરંતુ ક્ષત્રિયજાતિનો કે પૂર્વના રાજવીનો ઔરસ છે, માટે એટલા ખાતર જ એ રાજતંત્ર ચલાવવાની યોગ્યતા પામી શકતો નથી.
બ્રાહ્મણકર્મમાં કેવળ ગુણો અને ક્ષત્રિયકર્મમાં ગુણો તથા કર્મો આવ્યાં; હવે વૈશ્યમાં અને શૂદ્રમાં કેવળ કર્મ આવશે. એટલે ગુણલક્ષિપણાની દ્રષ્ટિએ બ્રાહ્મણને પ્રથમ મૂલ છે, ક્ષત્રિયને બીજે નંબરે મૂક્ત છે, વૈશ્યને ત્રીજા નંબરે મૂલ છે અને શૂદ્રને ચોથે નંબરે મૂક્ત છે. પરંતુ આનો અર્થ એ તો નથી જ કે બ્રાહ્મણ જ ઉત્તમ છે અને શુદ્ર કનિષ્ઠ છે! વળી એ પણ યાદ રાખવું જોઈએ કે જાતિથી કોઈ બાહ્મણ કે શૂદ્ર નિયત થતા નથી, પણ ગુણ અને કર્મથી જ થાય છે.
બ્રાહ્મણ તરીકે ઓળખાતો માણસ પણ સેવાનું કામ કરતો હોય ત્યારે શૂદ્ર લેખાય. તે ગોરક્ષાદિ કર્મ કરતો હોય ત્યારે વૈશ્ય લેખાય; ધર્મ યુદ્ધ કરતો હોય ત્યારે ક્ષત્રિય લેખાય; અને ઈન્દ્રિયદમનાદિ સદાચાર પાળતો હોય ત્યારે બ્રાહ્મણ લેખાય. જેમ રાજાને નરપતિ, ભૂપતિ અને રાજા એમ એક જ વ્યકિતને પ્રસંગોપાત્ત મળેલાં નામો લાગુ પડે છે, તેમ એક વ્યક્તિને ચાર વર્ણો લાગુ પડી