________________
SOS
ગીતા દર્શન
સંસ્કૃતિપ્રચારક હતો જ, એટલે ગાય અને બ્રાહ્મણ બન્નેની મુખ્યત્વે રક્ષા કરવી એ ક્ષત્રિયોનો પરમધર્મ હતો. માટે જ એમના ગુણધર્મો એ જ જાતના નીચે બતાવે છે:
शौर्य तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् । दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥४३|| ન પાછી પાની યુદ્ધ ને, શૌર્ય ને દક્ષતા, ધૃતિ,
દાન, ઐશ્વર્ય ને તેજ, સ્વભાવે ક્ષાત્રકર્મ છે. ૪૩ (હે ભારત !) (૧) શૌર્ય, (૨) તેજ, (૩) ધૃતિ, (૪) દક્ષતા, (પ) (ધર્મે) યુદ્ધમાંથી પાછી પાની ન કરવી, (૬) દાન અને (૭) ઐશ્વર્ય (એ સાત) સ્વભાવજન્ય ક્ષાત્ર કર્મ છે.
નોંધ : શૌર્ય એટલે શૂરવીરતા તો ખરી જ, પણ કામરાગના બળે કરીને આવેલી કે ઘોર હિંસક કર્મ કરવા માટે ઊપજેલી વીરતા નહિ, પરંતુ સ્વાશ્રયી અને વિચારપૂર્વકની શૂરવીરતા, આવી વીરતા હોય ત્યાં જ તેજસ્વિતા હોઈ શકે. અહીં વર્ણવેલી તેજસ્વિતા જોકે શરીર તેના અર્થમાં છે. પણ એ એ જ સૂચિત કરે છે કે બ્રહ્મચર્યલક્ષ્ય વિના એવી તેજસ્વિતા આવે નહિ. ધૃતિ વિષે તો અગાઉ કહેવાયું જ છે. ધૃતિ એનો અર્થ ધીરજ કરવામાં આવે તો પણ હરકત નથી. અથવા જો સાત્વિક વૃતિના અર્થમાં આ ધૃતિ લઈએ, તો મન, પ્રાણ, ઈન્દ્રિયાદિને કાબૂમાં રાખીને સતત જાગતા રહેવાનું આ ગુણથી સૂચવાયું છે. એમ કહી શકાય. વળી ક્ષત્રિયોને તો ન્યાય પણ ચૂકવવાનો રહ્યો. અનેક પ્રજાજનોને સમજાવવાનું રહ્યું, એટલે ચતુરાઈ પણ જોઈએ, યુદ્ધને બને ત્યાં લગી નિવારે, યુદ્ધ ઊભું થાય તેવું પોતે ન વર્તતાં યુદ્ધ ટળે તે રીતે વર્તે, આમ છતાં પણ જો અનાયાસે અને સિદ્ધાંતની રક્ષા કાજે લડવું પડે, તો પાછી પાની પણ ન કરે, મતલબ કે કાયર ન બને ! પોતાના કે પોતાના ગણાતાના જાનમાલને ભોગે પણ મૂળ સિદ્ધાંતની રક્ષા કરે. એ ક્ષત્રિયોનો ઉલ્લેખવા યોગ્ય મુખ્ય ગુણ છે, પરંતુ અહીં યુદ્ધનો અર્થ હિંસક યુદ્ધ એવો જ નથી, અહિંસક યુદ્ધ પણ હોઈ શકે, અને તે યુદ્ધ જ સર્વોત્તમ છે. મૂળ સિદ્ધાંતની ખરી અને કાયમી રક્ષા પણ અહિંસક યુદ્ધદ્વારા જ થઈ શકે. હિંસક યુદ્ધ ટાળવા યોગ્ય જ છે, હિંસક યુદ્ધથી આવેલો વિજય પણ ક્ષણિક છે. અને એ માર્ગે થયેલું સિદ્ધાંતરક્ષણ પણ કાયમી ન ગણાય. અહિંસક એટલે દ્રવ્યથી અને ભાવથી, સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે-અહિંસક.
આ પાંચે ગુણો ઉપરાંત દાન એટલે અર્પણતા એ પણ ક્ષત્રિયોનો ગુણ જ હોય.