________________
૩૪૦
ગીતા દર્શન
अष्टमोऽध्यायः અધ્યાય ૮ મો
અર્જુન ઉવત્તિ / किं तदब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम | अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ १॥ अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।। प्रयाणकाले च कथं झेयोऽसि नियतात्मभिः ॥ २ ॥
અર્જુન બોલ્યા : શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? કર્મ શું? પુરુષોત્તમ ! શું અધિભૂત કે'વાયું, શું અધિદેવ છે? વળી. ૧ શી રીતે ? શો અધિયજ્ઞ? આ દેહ, મધુસૂદન;
અંતઃકાળે કઈ રીતે જાણે સંયમીઓ તને. ૨ હે પુરુષોત્તમ ! (મેં આજ લગી કયાંય નહોતું સાંભળ્યું એવું અદ્ભુત કથન આપે કહ્યું. આત્મા અને આત્મારૂપ સૂત્ર સાથે જોડાયેલી પરા-અપરા પ્રકૃતિ તેમજ એનો વંશવેલો, એ બધી વાત થોડે અંશે પણ જાણી. પરંતુ સવાલ એ છે કે આ બધો સંસારપ્રપંચ થયો શાથી? એ પ્રપંચ જ દુઃખનું મૂળ છે. અમારી આ લડાઈમાં પણ મુખ્ય બીજ તો એ જ છે. તો પછી એમાં નાશવંત કોને માનવું અને અવિનાશી કોને માનવું? વળી તમે અગાઉ કહી ગયા હતા કે યજ્ઞ અને તપનો હું જ ભોકતા છું, લોકનો મહેશ્વર છું, સર્વ ભૂતોમાં સર્વ સદ્દગુણોમાં કે દુર્ગુણોમાં સુંદર કિંવા કદ્રુપ જે કંઈ હોય તે મારું જ સ્વરૂપ છે. વળી હમણાં પણ કહી ગયા કે યજ્ઞ, ભૂત, દેવ સૌનો હું જ અધિપતિ છું, તો એ કૃષ્ણ તમે આ જ કે વળી કોઈ બીજા? અને અંત કાળે પણ શાંતિ રહે એમ આપે કહ્યું, તો એને માટે ચોક્કસ કઈ જાતની સાધના? એ બધું હું વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છું છું માટે જ પૂછું છું કે, એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે ? અધ્યાત્મ કોને કહેવાય ? કર્મનું સ્વરૂપ શું ? અધિભૂતની ઓળખાણ શી? વળી અધિદેવ શું?
અને તે મધુસૂદન ! આ (તમારા) દેહમાં અધિયજ્ઞ શી રીતે ઓળખવો? અધિયજ્ઞ ક્યો?