________________
૩૭૦
ગીતા દર્શન
નોંધ : વૈદિકદષ્ટિએ ત્રિગુણાત્મક માયા, સાંખ્યદષ્ટિએ ત્રિગુણની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ, ગીતા દષ્ટિએ આત્માની પરાઅપરા બે પ્રકૃતિ અને જૈનદષ્ટિએ કર્મસંગી જીવને લીધે આ વિશ્વની ઘટમાળ ચાલે છે.
શ્રી જ્ઞાનેશ્વરજી મહારાજ વેદાંતની પરિભાષા પ્રમાણે કહે છે : "કલ્પનાનો અંત આવે કે સંસારનો લય જ છે. કલ્પના જાગી કે સંસાર જાગ્યો. બાકી વસ્તુતઃ સંસાર છે જ નહિ.” ત્યાં જૈનદષ્ટિ એમ કહે છે કે જ્યાં રાગ છે ત્યાં જ વેષ છે અને રાગદ્વેષની જોડીથી સંસાર છે. રાગદ્વેષ ગયાં કે સંસાર ટળી ગયો. રાગદ્વેષ આવ્યાં કે સંસાર આવ્યો.
દિગંબર આચાર્યો પણ એ જ સમર્થન કરે છે. જ્યાં કષાયનો મોક્ષ, ત્યાં જ મુકિત.
જન્મ મરણના મૂળમાં પ્રકૃતિવશપણું છે, તેથી જ અનિચ્છાએ પણ સંસાર ખેડવો પડે છે. જૈનદષ્ટિએ કર્મસંગીપણું છે ત્યાં લગી અનિચ્છાએ પણ સંસાર ખેડવો પડે છે. અને કર્મસંગીપણું ટાળવાનો સર્વોત્તમ ઈલાજ અનાસકિત છે. એવી અનાસક્તિ આવવી એ ઘણા યુગના અભ્યાસ, વૈરાગ્ય અને પુરુષો તથા પ્રભુની દયા ઉપર આધાર રાખે છે, એ આપણે જોઈ ગયા છીએ. અહીં પણ એ જ નિરૂપણ છે.
આત્માની સત્તા વિના એકલી પ્રકૃતિ કશું જ ન કરી શકે. એ પણ યાદ રાખવા જેવું છે. કારણ કે આત્માની સત્તા પ્રકૃતિમાંથી ગઈ એટલે તો એ જડ ખોખું બની ગયું. તે શું કરી શકે ? તે જ રીતે વળી પ્રકૃતિ ન હોય તો એકલું ચૈતન્ય પણ કયો સંસાર ચલાવી શકે ? આથી જેને સાંખ્ય પરિભાષા પ્રમાણે ત્રણ ગુણો કે જૈન પરિભાષા પ્રમાણે વેશ્યાઓ કહેવામાં આવે છે તે ગીતાના વચન પ્રમાણે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિનો ઉભય સંમત-સંગમ જ છે. પણ છતાંય દેહધારી જીવમાત્રમાં ઊંડે ઊંડે એક શુદ્ધ આત્મ ચૈતન્યનો સૂર્ય ઝળહળી રહ્યો જ છે. તે આવરણ આવવા છતાં જરાય ઝાંખો પડતો નથી. થર જામવા છતાંય લોપાતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, એ. સ્વરૂપ તે જ હું છું” એમ છે અર્જુન ! તું જાણી લે અને એ સ્વરૂપને ઓળખીને-સમાઈ જા. પછી કર્મલેપ કશો જ નહિ લાગે અને અંતે મોક્ષ પામીશ. સાધકે પણ તે જ સ્વરૂપની ઝંખના કરી અંતે મોક્ષ મેળવી લેવાનો છે.
હવે આ સ્વરૂપની આડો જે પડદો છે અને જેથી અજ્ઞાનીઓ એ પરં સ્વરૂપ