________________
અઘ્યાય નવમો
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् । हेतुनानेन कौन्तेय जगद् विपरिवर्तते ||१०|| કલ્પક્ષયે બધાં ભૂતો મારી પ્રકૃતિમાં જતાં; કલ્પના આદિમાં પાછાં સર્જી કૌંતેય ! તેમને. ૭ નિજ પ્રકૃતિ આધારે, જન્માવું હું ફરી ફરી; પ્રકૃતિ વશ આ આખો ભૂતસંઘ પરાધીન. ધનંજય ! મને તોય તે કર્મ બાંધતાં નથી, તે કર્મોમાં અનાસકત, ઉદાસીન સમો રહું. ૯ પ્રકૃતિ મારી સત્તાથી સર્જે છે સચરાચર; એ કારણે જ કૌંતેય ! રહે છે ફરતું જગત્.
૮
૩૬૯
૧૦
હે કુંતીના પુત્ર કૌંતેય – કલ્પના અંતકાળમાં બધાં ભૂતો (સ્થૂળ ચક્ષુથી દેખાતાં નથી, પણ મેં અગાઉ કહેલી તે) મારી પ્રકૃતિમાં લય પામે છે, અને ફરીને ક્લ્પના પ્રારંભમાં તેમને હું પેદા કરું છું.
(પણ વળી હું પેદા કરું છું, એનો અર્થ શ્રીકૃષ્ણ પેદા કરે છે, એમ રખે માની લેતો ! હું એટલે અહીં પરાઅપરા પ્રકૃતિનો સ્વામી સમજવો. પણ તે સુધ્ધાં) નિજપ્રકૃતિને આધારે (ઉપર કહ્યા પ્રમાણે) સરજું છું. (કેમ કે જેમનું હું સર્જન કરું છું તે) આ આખો ભૂતસમૂહ પ્રકૃતિવશ હોવાને લીધે (જન્મવાની મરવાની ઈચ્છા હોય કે ન હોય તોય) પરાધીન છે.
(અહીં તને શંકા થશે કે તો તો પછી તમે પ્રપંચમાં પડી ગયા. અથવા તમે જેવો કહો છો તેવો તે આત્મા સૃષ્ટિકર્મના બંધનમાં પડી ગયો. પણ તારી શંકા અસ્થાને છે. જો, સમુદ્રનાં પાણી ઉપર ગમે તેવા પરપોટા થાય તેથી શું સમુદ્રને દુઃખ થાય છે. ના, કારણ કે તે પોતાના ગંભી૨પણાથી ચલિત થતો નથી. તેમ) હે ધનંજય ! તે કર્મો મને બંધનકર થતાં નથી, કેમ કે હું ઉદાસીનની પેઠે તે કર્મોમાં આસકિત રહિત રહું છું (આવી રીતે જે જીવ રહી શકે તે કર્મોથી કદી બંધાતો નથી.)
(હવે તું તો સ્પષ્ટ જ સમજી શકયો હોઈશ કે) આ જગત ઘટમાળની જેમ ફરી રહ્યું છે તેનું કારણ એ છે કે મારા અઘ્યક્ષપણા નીચે પ્રકૃતિ સ્થાવર જંગમ સૃષ્ટિનો પ્રસવ કરે છે !)