________________
૩૬૮
ગીતા દર્શન
વિશે (સર્વભૂતો વિષે એટલે તેમના આધારે) નથી.
પરંતુ ઈશ્વરીયોગ જો, ત્યાં તો એક રીતે) ભૂતો મારામાં નથી. (સારાંશ કે બધાં ભૂતોમાં જીવ હોય છે પણ ઈશ્વરી યોગ સહુને નથી હોતો, અને જેને ઈશ્વરીયોગ હોય છે. તેને માયાયોગ નથી હોતો એટલે એ દષ્ટિએ એમ જ છે.) વળી ભૂત, ભર્તા તેમજ ભૂત પેદા કરનાર મારો આત્મા(જીવ) ભૂતોમાં નથી, (એટલે કે ભૂતોના આધારે નથી. તને આ વાત જાણી નવાઈ લાગશે, પણ જો, હું તને દષ્ટાંતથી સમજાવું) જેમ મહાવાયુ આકાશમાં રહ્યો છતાં બધે કેમ ફરી વળે છે તેમ સર્વ ભૂતો જે જીવના આધારે છે, તે જીવ આખા જગતને ફરી વળે છે. એમ તું સમજી લે.
નોંધ -જ્ઞાનદષ્ટિએ રહેલો આત્મા આકાશની જેમ એક છે. પછી એના બે પ્રકારો પાડયા છેઃ (૧) શુદ્ધ આત્મા અને (૨) કર્મસંગી જીવ બહિરાત્મા. આ બહિરાત્મા મૂળે તો અંતરાત્મા સાથે જોડાયેલો છે. શુદ્ધ આત્માનો તો ઈશ્વર-પરમાત્મા-સાથે યોગ છે, પણ એનો (શુદ્ધ આત્માનો) યોગ (સીધો સંબંધ, કોઈક જ દેહધારી કે જેઓ ઈશ્વરી યોગવાળા છે તેમની સાથે છે પણ સહુ સાથે નથી. આ રીતે જોતાં જેઓ ઈશ્વરી યોગવાળા નથી તેમની સાથે બહિરાત્માનો સંબંધ ગાઢ છે. એટલે ભૂતોનો સંબંધ ગાઢ છે અને જેઓ કેવળ ઈશ્વરી યોગ વાળા છે એમની સાથે ભૂતોનો સંબંધ નથી. કારણ કે તે મુકત આત્માઓ છે. બીજી વાત એ કે જેની સાથે ભૂતોનો સંબંધ ગાઢ છે, તેનાથી આ જગત વિસ્તર્યું છે. એને લીધે જ ભૂતોનાં ઉત્પત્તિ અને વિનાશ છે. એટલે પરંપરાએ ભૂતોનો સંબંધ લઈએ તો દેહધારી જીવ સાથે છે અને જીવનો સંબંધ અંતરાત્મા સાથે છે. પણ તે સંબંધ અજ્ઞાનને લીધે સહુને જ્ઞાત હોતો નથી. વળી જે જ્ઞાનીનો અંતરાત્મા સાથે અને એને લીધે પરમાત્મા સાથે સંબંધ છે તે દેહ હોય ત્યાં લગી સંસારમાં રહે છે, છતાં એને કર્મબંધન થતાં નથી કારણ કે તેની આસકિત કર્મ પર હોતી નથી. આ વાતને શ્રીકૃષ્ણચંદ્ર પોતાના ઉપર ઘટાડે છે:
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् । कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ||७|| प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः । भूतग्राममिम कृत्स्नमवशं प्रकृतेर्वशात् ||८|| न च मा तानि कर्माणि निबध्नन्ति धनंजय । उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ||૨||