________________
અધ્યાય નવમો
૩૬૭
જ્ઞાન કરતાં પવિત્રપણા કે ઉત્તમપણામાં કોઈ ચડિયાતું નથી જ. આધ્યાત્મિક જ્ઞાન એ એક એવું રોકડિયું ધાર્મિક ધન છે કે જેમાં પરલોકનો ઉધારી વાયદો છે જ નહિ. જ ક્ષણે અને જેટલું જે સાધક ઓળખે, તેટલું તેનું ફળ પ્રત્યક્ષ દેખાય. દા.ત. અક્રોધ એ આધ્યાત્મિક જ્ઞાન છે તો એનું ફળ પણ પ્રત્યક્ષ જીવનમાં દેખાય જ છે. વળી આચરવામાં સહેલું અને સુખેથી (તે) આચરી શકાય તેવું છે, અને આપ્યા પછી એ નષ્ટ પણ થતું જ નથી. માત્ર શ્રદ્ધા પૂરેપૂરી અખંડ જળવાઈ રહેવી જોઈએ.
મતલબ કે પૂરેપૂરી શ્રદ્ધા ન હોય તો જે અનુભવી જ્ઞાનની ગૂઢ વાત અર્જુન પાસે શ્રીકૃષ્ણ મુખે કહેવાય છે, તેનો અર્થને બદલે અનર્થ થઈને પ્રભુપ્રાપ્તિ કે આત્મપ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ વારંવાર મૃત્યુ પામવું પડે તેવી સંસારી દશા થાય. આવી ભયંકર ચેતવણી જેમ અર્જુનને પક્ષે ઉપયોગી છે, તેમ વાચકને પક્ષે પણ ઉપયોગી જ છે. અદોષદષ્ટિ એટલે છિદ્ર શોધક દષ્ટિને દૂર રાખી ગુણગ્રાહી પ્રેમાળ પૂજ્ય દષ્ટિ. કેવળ શ્રદ્ધાળુપણે જે આ કથનને વળગી રહેશે, તે જરૂર અભુત પ્રેરણા મળેવી અકલ્યાણકર પાપકર્મોથી છૂટી શકશે.
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्त्तिना । मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ||४|| न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् । भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ||५|| यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ||६|| અવ્યકતાહાર હુંથી આ, વિસ્તરેલું જગતું બધું; તે દષ્ટિએ હંમાં ભૂતો, પણ હું તે વિશે નહિ. ૪ જો મારો ઈશ્વરી યોગ, નથી ત્યાં ભૂત હું વિશે; ભૂતનો સ્વામી ને સ્રષ્ટા, મારો આત્મા ન તે મહીં. ૫ જેમ નભે રહ્યો નિત્ય, મહાવાયુ જતો બધે;
તેમ સર્વે રહ્યાં ભૂતો હું વિશે, એમ જાણ તું. ૬ હે ભારત ! અવ્યકતાકાર એવા હું થડી (જીવથી) જ આ સર્વ જગત વિસ્તર્યું છે. (જીવન-આધારે જ જગત ફેલાયું છે) તે દષ્ટિએ જોતાં 'હું' માં (જીવમાં) સર્વભૂતો રહેલાં છે. (એટલે ભૂત માત્રને જીવનો આધાર છે.) પણ હું (જીવ) તે