________________
અધ્યાય નવમો
નથી ઓળખી શકતા, તે વિષે કહે છે :
૩૭૧
|| ૧૧ ||
।
II ૧૨ II
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः राक्षसीमासुरी चैव प्रकृतिं मोहिनीं श्रिता ભૂત મહેશ્વરી મારો પરંભાવ ન જાણતા મૂઢો, મનુષ્ય દેહે હું રહ્યો એને ઉવેખતા. વૃથાવાંચ્છુ, વૃથાકર્મી, વૃથાજ્ઞાની, અબૂઝ તે; મોહ પ્રકૃતિને ચોંટયા, રાક્ષસી તેમ આસુરી. ૧૨
૧૧
(વહાલા ભારત ! ) ભૂતમાત્રના મહેશ્વરરૂપ મારા પરં ભાવને નથી જાણી શકતા (એથી-તેવા) મૂઢ લોકો; મનુષ્યદેહનો આશ્રય લઈને રહેલા એવા) મને ઉવેખી નાખે છે, મારી અવગણના કરે છે, મારી ઉપેક્ષા કરે છે. (નવાઈની વાત તો જો. આમ ખરી વસ્તુની અવજ્ઞા કરવી અને પાછી નિત્ય સુખની અભિલાષા રાખવી એ બેયનો મેળ જ કયાં મળે ? એટલે) એમની આશા અફળ જાય છે. એમનાં કર્મ અર્થ વગરનાં બને છે. એમનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નીવડે છે. (તેને લીધે) તેવા અબૂઝ લોકો મોહમાં રાખનારી રાક્ષસી કે આસુરી પ્રકૃતિનો જ આશ્રય લઈને રહેલા દેખાય છે.
નોંધ : આ બન્ને શ્લોકોનો અર્થ આવો છે : ભૂતમાત્રમાં જે કંઈ તેજ છે, તે તેજના પરમપુંજ અને તદ્દન નિર્લેપ એવા (અગાઉ કહેવાઈ ગયેલા) પરમાત્મભાવોને જે ઓળખે છે, તે જ પોતામાં - એટલે મનુષ્યની કાયામાં રહેલા હું સ્વરૂપ-અંતર્યામી-અંતરાત્માને ઓળખી શકે છે. (અહીં મનુષ્યની કાયા એટલા સારુ લીધી કે તે કાયાનું બંધારણ જ એવું છે કે જેમાં મોક્ષે લઈ જઈ શકે તેવાં સૂક્ષ્મ અને સ્થૂળ સાધનો સહેજે રહે છે.) એટલે જેણે પરમાત્મભાવ ન પરો, તે તો મનુષ્યમાં રહેલા અંતર્યામીની ઉપેક્ષા કરે એ દેખીતું છે. અને આત્માની ઉપેક્ષા કરે છતાં કર્મ, વિદ્યા અને આશા વિના તો એનાથી રહેવાય નહિ, કારણ કે હસ્તી, જ્ઞાન અને આનંદ એ આત્માનો મૂળ સ્વભાવ છે. પણ તે મૂર્ખાઓ જે કર્મ કરે તે નિષ્ફળ જાય, જે વિદ્યા શીખે તે વિઘ્નરૂપ થાય, જે આશા સેવે તે કાં તો પહેલેથી જ અર્થ વગરની હોય અને કાં તો છેવટે અફળ જાય. એટલે એનું મન