________________
ગીતા દર્શન
ભ્રમિત થાય અને પછી મોહ પમાડનારી રાક્ષસી અથવા આસુરી પ્રકૃતિને વળગીને ચોંટી જાય.
૩૭૨
.
આ આખો કોયડો આમ છે. એટલે મોહથી છૂટનારે સૌથી પ્રથમ પરંભાવને લક્ષ્યમાં રાખી, મનુષ્યકાયામાં રહેલા ચૈતન્યની (જનસેવા તે પ્રભુની સેવા-એમ ગણીને) સેવા કરવી ઘટે. તો જ તેની આનંદની આશા ઠગારી ન નીવડતાં સફળ થાય, ક્રિયા પણ સફળ થાય અને જ્ઞાન સાચું થાય. ક્રૂરતા અને જંગલીપણાને અનુક્રમે રાક્ષસી અને આસુરી પ્રકૃતિ કહેવાય છે. જેનામાં પશુતા કે ક્રૂરતા વધે છે, તેઓ તે ગાઢ મોહની પ્રકૃતિને પરિણામે પશુતા અને ક્રૂરતાને પામે છે અને તે જ ભાવને વળગી રહે છે. પ્રકૃતિના સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણો પૈકીના સૌથી હલકા તમસ ગુણનું મોટે ભાગે આવી પશુતા અને ક્રૂરતા પરિણામ છે એ ચૌદમા અઘ્યાયમાં આવશે. અહીં તો હવે એથી ઊલટી વાત એટલે કે બીજી બાજુની બીના કહે છે ઃ
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ १३ ॥ सततं कीर्तयन्तो मां यतन्तश्च द्दढव्रताः
।
1
|| ૧૧ ||
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ १४ ॥ ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् એક ચિત્તે મહાત્મા તો દૈવી પ્રકૃતિમાં રહ્યા; પાર્થ ! ભજે મને જાણી, ભૂતનો આદિ અક્ષયી. ૧૩ નિરંતર ગુણો ગાતા, યત્નવંતા, દૃઢવ્રતી;
ને મને ભકિતથી વંદી, નિત્ય યોગી ઉપાસતા. ૧૪ ને જ્ઞાનયજ્ઞથી બીજા યજી સેવે બહુ રીતે;
અદ્વૈતે દ્વૈતરૂપે કે, બહુ રૂપે રહ્યા મને. ૧ ૫
પરંતુ હે પાર્થ ! ભૂતનો આદિ (એટલે કે પોતે અનાદિ) અને અવિનાશી એવા મને (અંતરાત્માને) જાણીને દૈવી પ્રકૃતિમાં રહ્યા થકા મહાત્માઓ તો અનન્ય ચિત્તથી (એકનિષ્ઠાથી મને ) ભજે છે.