________________
અધ્યાય નવમો
૩૭૩
હમેશાં (મારામાં જોડાયેલા) નિત્યયોગીઓ નિરંતર મારું કીર્તન કરે છે. દઢ વ્રતો ધારણ કરીને ખૂબ મથે છે અને ભકિતપૂર્વક નમન કરતા થકા મને ઉપાસે
છે.
વળી બીજા જ્ઞાનયજ્ઞથી ભજીને અદ્વૈતરૂપે, દૈતરૂપે અને (કોઈ) બહુરૂપે (એમ બહુપ્રકારે) રહેલા મને તમારા સ્વરૂપને) ઉપાસે છે.
નોંધ : ઉપરના ત્રણે શ્લોકમાંનો ભાવ આ પ્રમાણે છે : જે પરમાત્મા ભણી લક્ષ્ય રાખે છે, એની પ્રકૃતિમાં દિવ્યતા આપોઆપ ઊતરે છે. એવા મહાત્માઓ અનાદિ અનંત એવા આત્માને અનન્યભાવે ભજી શકે છે. અથવા તો જે દેવી પ્રકૃતિના સાત્ત્વિક સગુણોનું સેવન કરે છે અને પ્રભુ તરફનું લક્ષ્ય આપોઆપ પ્રગટે છે.
પ્રભુપ્રાપ્તિના ત્રણ માર્ગ:
(૧) કર્મયોગ, (૨) જ્ઞાનયોગ અને (૩) ભકિતયોગ, પણ અહીં એ બતાવ્યું છે કે એ ત્રણે માર્ગનો સમન્વય હોવો જોઈએ.
કર્મયોગીમાં ભક્તિ દ્રવ્યથી અને ભાવથી એટલે કે બોલવામાં અને સાથે સાથે દઢ વ્રતો ધારણ કરવામાં પણ ભક્તિ હોવી જોઈએ. જૈનસૂત્રોમાં વ્રતો આરાધતાં પહેલાં તીર્થકરાદિનું સ્તવન આવે જ છે.
એ જ રીતે જ્ઞાનયોગીને પણ ભકિત અને કર્તવ્ય બને ત્રાજવાં સામે રહેવાં જોઈએ, નહિ તો એ શુષ્ક જ્ઞાની થઈ જાય.
એ જ રીતે ભકતને જ્ઞાન અને કર્મયોગ બન્ને સિદ્ધ હોવાં જોઈએ. બીજી વાત એ કે પરમાત્મા એક છે, બે છે, અને અનેક પણ છે. જે રીતે ભજો તે બધું સાચું છે, આવું જ્ઞાની જાણી શકે છે. આમ કેવી રીતે ઘટે તેનો વિચાર કરીએ :
(૧) અનાદિ, અનંત અને સર્વભૂત મહેશ્વરભાવ એ પરં આત્મભાવ અથવા જ્ઞાન તો એક જ છે. એટલે જ્ઞાનભાવે આત્મા એક છે.
(૨) જીવભાવ એટલે આત્માની આસકિતજન્ય દશા અને છતાં ઉપલી નિર્લેપ દશાનું એ પડદા પાછળ સ્થાયીપણું છે માટે એ રીતે આત્મા બે છે.
(૩) જીવભાવને લીધે જુદાં જુદાં શરીરો ધારણ કરેલા જીવો સંસારમાં દેખાય છે, તે દષ્ટિએ આત્મા અનેક છે.