________________
૩૭૪
ગીતા દર્શન
આ રીતે જોનાર સમજી જ શકે છે કે પાપીનો તિરસ્કાર કરવો એ આત્માનો ધિક્કાર કરવા બરાબર છે, એટલે તે પાપીના પાપને ધિક્કારે છે, પણ પાપીને ધિક્કારતો નથી. એ આપણે અગાઉ કહી જ ગયા છીએ. આવું કરનાર માણસ નમ્ર અને પ્રેમી બનીને તે પાપીની શ્રદ્ધા પોતા તરફ વાળે છે તથા એને પુણ્યશાળી બનાવીને જગકલ્યાણ સાધે છે. આત્મકલ્યાણ તો તે સાથે જ છે. આથી એના જીવનમાં સત્કર્મો હોય છે, સહજ જ્ઞાન હોય છે, અને ભકિત પણ હોય છે જ.
હવે આત્માનું સ્વરૂપ અગર તો શ્રીકૃષ્ણજી પોતે વિશ્વમુખી કઈ દષ્ટિએ અને કેવી રીતે છે તેનો આકાર સમજાવે છે :
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् । मंत्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ १६ ।। पिताहमस्य जगतो माता घाता पितामहः । वेद्यं पवित्रमोंकार ऋकसामयजुरेव चए ॥ १७ ॥ શ્રૌત, યજ્ઞ તથા સ્માર્ત, યજ્ઞ હું, યજ્ઞ દ્રવ્ય હું; સ્વધા હું, અન હું, મંત્ર હું, ઔષધ હું આહુતિ. ૧૬ ધાતા આ જગનો હું છું, માતા, પિતા, પિતામહ,
ઉૐકાર શુદ્ધ છું જ્ઞય ઋફ સામ ને યજુર્ હંઝ. ૧૭ (હે ભારત !) શ્રોતયજ્ઞ હું, સ્માર્તયજ્ઞ હું, સ્વધા (એટલે પિતૃઓને અપાતો બલિ) હું, વનસ્પતિ હું, મંત્ર હું, યજ્ઞદ્રવ્ય (ઘી) હું, હું અગ્નિ ને હું આહુતિ.
હું જગતનો પિતા, માતા, ધાતા અને પિતામહ (દાદા). તેમજ પવિત્ર અને જાણવા જેવો ૩ૐકાર એ બધું હું જ છું. ઋગવેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. (ચાર વેદો – અથર્વ, ઋક્, સામ અને યજુર હું છું.)
નોંધ : અગ્નિહોત્રાદિ યજ્ઞોને શ્રૌતયજ્ઞો એટલે કે શ્રુતિસંમત યજ્ઞો ગણે છે, તથા વૈશ્વદેવાદિક યજ્ઞોને સ્માર્તયજ્ઞો લેખે છે. એ યજ્ઞકર્મો, યજ્ઞદ્રવ્યો, મંત્રો, બલિ વગેરે બધુંય હું છું. એના બે અર્થ થાય : (૧) જે લોકો એવા યજ્ઞને વળગ્યા છે, તેમાં પણ જેટલું શ્રદ્ધાનું તત્ત્વ છે તેટલું આત્માને લીધે હોઈને તેમાં પણ અંતરાત્મારૂપ ગોવિંદ છે જ. (માણસ પથ્થરની પ્રતિમા પૂજે છે. તે જો ફળતી હોય તો કાંઈ પથ્થર નથી ફળતો, પણ પથ્થર ઉપરની શ્રદ્ધા ફળે છે, અને શ્રદ્ધા તો x वेद्यं पवित्रमोंकारोऽअर्थ ऋक् साम वै यजुः (पाठां०)