________________
પ૨
ગીતા દર્શન
અજ્ઞાની અને જાણતા જ નથી. ઉપરના ભૂતસૃષ્ટિનાં ઉત્પત્તિ સ્થિતિશય ઉપરથી પાપપુણ્યનું માપ કાઢવું કે સ્વર્ગનરકનું માપ કાઢવું એ ખરી કસોટી નથી. આત્માને શસ્ત્રથી છેદી શકાય જ નહિ. એટલે મરવાપણું છે જ નહિ. એ અચલ. નિત્ય, સર્વવ્યાપી, જ્ઞાનમય અને અધિકારી છે. અને જેને મરવાપણું છે. એવા દેહને તું ગમે તેટલું લાલન પાલન કર તોય તે મરવાનો છે. એટલે એ બધી નકામી વાતો છે."
હવે તને પાપનું મૂળ કહું : પાપનું મૂળ કર્મ નથી. અલબત્ત કર્મના તામસી, રાજસી અને સાત્વિક એમ હલકા ઊંચા ભેદ પડે છે, અને સાત્ત્વિક કર્મ સારું છે, બીજાં અકુશલ છે. છતાં એ કર્મની સાત્ત્વિકતાનું મૂળ નિરહંકારીપણું છે. કર્તા જો અનાસક્ત અને નિરહંકારી હોય, તેમજ ફળ તરફ દષ્ટિ ન રાખનાર હોય તો એ કર્મ પાપિષ્ઠ નથી. અનહંકારી પુરુષ કદી કોઈને ઉગ પમાડવા ન ઇચ્છે છતાંય લોકો ઉગ પામે તો એને એ લોકઉવેગનું કશુંય પાપ લાગતું નથી. પણ આવા જ્ઞાનીને હાથે એવું લોકઉગ પામે તેવું કર્મ જાણે કરીને થતું જ નથી. કઈ માતા પોતાના શિશુને જાણી જોઈને ઈજા કરશે? કયો ભલો વૈદ્ય પૈસા ખાતર દર્દીનું દર્દ વધારશે? છતાં શિશુ કે દર્દી એમને હાથે ઈજા પામે કે હણાય તો એમાં એ તો માત્ર અજ્ઞાત નિમિત્ત છે. તેમ તું પણ આ યુદ્ધમાં એક અજ્ઞાત નિમિત્ત છે, આ જ્ઞાન સમજવા માટે વેદની શ્રુતિઓ અને કર્મ કાંડોથી તારી બુદ્ધિ ગુંચાઈ ગઈ છે એનાથી તું બહાર નીકળ અને પ્રથમ તો સ્થિતપ્રજ્ઞ થઈ જા.”
આ યુદ્ધમાં જે હણાવાના છે, તે નિશ્ચય હણાવાના જ છે. એટલે એને તું ઘોર કર્મ ન સમજ, કર્તવ્ય કર્મ સમજ. અલબત્ત યુદ્ધજન્ય હિંસાનું પાપ તો ચોંટશે જ; પણ દુર્યોધનમાં આસકિત હોય તો તે એને જ મુખ્યત્વે ચોટશે બાકી તારે ફાળે તો એવું ગૌણ પાપ આવશે કે જો તારી સમતા હશે, તો તને ચોંટશે જ નહિ.
મતલબ કે નિયત અથવા યજ્ઞાર્થ કર્મ કરતો છતો મનુષ્ય પાપી બનતો જ નથી.
"એક શેઠ રાજસી તૃષ્ણાથી ધંધામાં અપ્રમાણિકપણે વર્તતો હોય પણ પ્રમાણિક નોકર તો નિઃસ્પૃહી રીતે વર્તે છે, એટલે શેઠને પાપ ચોટે છે પણ પ્રમાણિક નોકર એ પાપને ખંખેરી શકે છે. આ રીતે સમતા નિઃસ્પૃહતા સાધવી જોઈએ.
સમતા માટે ઈન્દ્રિયસંયમ જરૂરી છે, પણ મનનાં સંયમ અને સ્થિરતા જોઈએ. મનની સ્થિરતા સારુ વૈરાગ્ય અને અભ્યાસ જરૂરી છે. અભ્યાસ એટલે કુટેવ