________________
ઉપસંહાર
આપની પાસે-અપેક્ષા રાખું, છતાં આપ ઘોરકર્મમાં જોડાવાનું કેમ કહો છો ? સમભાવ સારી વસ્તુ છે, એટલું હું કબૂલ કરું છું. વળી એથી જ જો મોક્ષ મળતો હોય તો સંન્યાસીઓ કર્મારંભો નહિ કરતા થકા આનંદમયબ્રહ્મની પ્રાપ્તિ કરે છે. એ જ માર્ગ સારો હોય તો આ માર્ગ શા સારુ પકડવો ? હું યુદ્ધમાં ન જોડાઈને સંન્યાસધર્મ પાળું તો શું ખોટું? એ મારે માટે પરધર્મ હોય; તો શું યુદ્ધ કરવું એ જ ધર્મનો આંક ! આપે કહ્યું, હા, ક્ષત્રિયો માટે તો એ જ ધર્મ. તો પછી ક્ષત્રિયને મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ નથી કે શું ? એણે નરકમાં જ સબડવું ? યુદ્ધજન્ય હિંસાનું પરિણામ નરક જ હોય, બીજું શું હોય ? યુદ્ધ કર્મમાં ધર્મ કેમ હોઈ શકે ? જો એવું સ્વભાવઘડતર હોય અને મારે માટે યુદ્ધ એ ખરે જ સ્વધર્મ હોય તો એથી સ્વર્ગપ્રાપ્તિ કે મોક્ષ કેમ મળે ? ખરી રીતે એવું સ્વભાવઘડતર તો બદલાવવું જોઈએ. શું સ્વભાવ ઘડતર બદલાય જ નહિ અને બદલાય તો તે કયે માર્ગે ? એ જ આપ બતાવોને ! શા માટે આ માર્ગ ચીંધો છો ? આમ બોલતો બોલતો અર્જુન ગળગળો થઈ ગયો, ત્યારે કૃપાદષ્ટિથી સ્મિત કરતા કૃષ્ણચંદ્રગુરુ બોલ્યા :
અર્જુન ! તું શોક ન કર. મેં ટૂંકાણમાં જે કહેવા ધાર્યું હતું, તે હવે થોડું લંબાણમાં કહેવું પડશે. પણ કંઈ ફિકર નહિ શિષ્યભાવે મારી કને આવ્યો છે, માટે મારો ધર્મ છે કે તને શ્રેયના પંથે જ દોરવો.'
પાર્થ ! એ તો તેં સાંભળ્યું જ ને !
"
૬૫૧
જન્મેલાનું ખરે મૃત્યુ, મવાનું જન્મવું ખરે; અનિવાર્ય દશા એ છે.' (૨-૨૭)
આપણે દેહધારીઓ એક વખત મરવાનાં તો ખરાં જ. અને મરવું એટલે હંમેશને માટે નષ્ટ થવું એમ નહિ. જ્યાં લગી સૂક્ષ્મદેહનો સંગ છે ત્યાં લગી સ્થૂળ દેહ છૂટે, તોય સૂક્ષ્મદેહ છૂટતો જ નથી. એ સૂક્ષ્મદેહથી છૂટવા માટે સમતા જેવું એકે સાધન નથી. હવે વિચાર કર કે સ્થૂળ દેહ જો એકદા પડવાનો જ છે, તો ધર્મ સાટે માથું દેવું એ શું ખોટું, ભલા ! એવા પુરુષને તો જૂનું વસ્ત્ર છોડી, નવું પહેરવાના જેવો હર્ષે થવો જોઈએ.’
'ભોળા રે ભોળા ! તું માને છે કે આ યુદ્ધમાં આ મરાશે કે હું મરીશ. એ કેવી મૂર્ખાઈની વાત છે. આપણે પહેલાં પણ બીજા દેહમાં હતા, આજે છીએ, તેમ આ મૃત્યુ પછી પણ હોવાના જ. દેહમાં રહેલો આત્મા એ તો અજર અમર છે, વાણીથી તે કથાતો નથી, એ ચમત્કારનો વિષય પણ નથી. જ્ઞાનીને એ સ્વાનુભવગમ્ય છે,