________________
૬૫૦
ગીતા દર્શન
સાધીને લડીશ તો કીર્તિ અને ભોગમાં ન ખુંપતા સ્થિતપ્રજ્ઞ રહી શકીશ અને અંતે મોક્ષ પામીશ. એટલે આ યુદ્ધમાં ભાગ લેવામાં તારા પ્રેમ અને પ્રિય બન્ને સઘાય છે. અને જો તું આવી મોહિલી હઠથી ભાગીશ તો એક તો તારી એ અહંકારથી ઉપલ હઠ ટકશે નહિ; કારણ કે તારું સ્વભાવ ઘડતર એવું છે કે એ મા તને પરાણે પ્રેરી જશે! એટલે જે સમજપૂર્વક નહિ કરે તે પરાધીનપણે કરવું પડશે.
અને જો આમ થાય તો એ કેટલું બધું અધઃપતન કહેવાય? તું કદાચ કહેશે કે એમ કેમ બને? એ વિષે ફોડ પાડીને હું તને જીવન અને જગત વચ્ચેના સંબંધની વાત કરે, તે પહેલાં એટલી ચોખવટ કરું કે આ યુદ્ધ અટકાવનું નથી. અને જો એમ જ છે, તો જ્યારે
અરે ! ભયે રણથી થાકયો માની લેશે મહારથી;
જ્યાં થયો છો બહુમાન્ય હલકો ત્યાં પડીશ તું. (૨-૩૫) ન બોલ્યાના ઘણા બોલો બોલશે અહિતેચ્છુઓ, તારા સામર્થ્યને નિંદે તેથી દુઃખ વધુ કર્યું ? (૨-૩૬). આમ થશે ત્યારે તું યુદ્ધ જોડાયા વગર રહી શકવાનો હતો ? કદી જ નહિ, દ્રૌપદીનું ભરી સભામાં અપમાન થતું હતું, ત્યારે તારાં ક્રોધથી લાલ થયેલાં નેત્રો ! એ દશા તને યાદ નથી કે ! એવી જ દશા ફરીને આવે એટલે શું આ તારો સ્મશાનિયો વૈરાગ્ય ટકવાનો હતો? અર્જુન ! મનુષ્ય જે સ્થિતિને પાત્ર હોય, તે જ સ્થિતિએ પોતાની શકિત અને મર્યાદાનો વિવેક કરીને એણે કાર્યાકાર્યનો નિર્ણય કરવો જોઈએ. નહિ તો સ્વધર્મ ગુમાવી દઈ અપકીર્તિ કમાય અને નરકનો અધિકારી પણ થાય. અત્યારે તું રણમાંથી ભાગી જા; તો તારી પણ આ દશા થાય. માટે જ તને ફરીફરીને મારે કહેવું જોઈએ કે 'સમભાવ સાધીને યુદ્ધમાં જોડાઈ જા.'
ધૃતરાષ્ટ્ર તો આટલું સાંભળીને ઊંચા નીચા થવા લાગ્યા. એમની આ સ્થિતિ કળીને સંજયે કહ્યું: રાજન ! પછી અર્જુને પ્રશ્ન કર્યો કે 'હિંસકયુદ્ધ જેવા કર્મમાં જોડાતા છતાં, પાપ ન લાગે અને અમૃતત્વ મળે એ વાત મને ગળે ઊતરતી નથી. હા; હવે એટલી વાત તો સમજાય છે કે હું યુદ્ધમાં જોડાઉ તો લોકોમાં અપકીર્તિ ન થાય અને ન જોડાઉ તો અપકીર્તિ થાય, પણ લોકોની કીર્તિને ખાતર ઘોરકર્મ શા સારુ કરવું? ઊલટું લોકભયને તો મારે જિતવો જોઈએ, એવા જ બોધની હું