________________
ઉપસંહાર
૬૪૯
વૃત્તિની ઠગાઈ છે. ખરે વખતે જે મિત્ર પડખે ન રહેતાં ભૂસેટીને ભાગે, એ બીજે વખતે મદદ કરશે, એવી આશા એનો કયો મિત્ર રાખી શકે? મતલબ કે અજ્ઞાને તને ઘેરી લીધો છે એથી જ મોહ થયો છે. પરંતપ ! યાદ રાખ. દેહ ગયા પછી બીજો મળશે, પણ સિદ્ધાન્ત તૂટયા પછી સંધાવો મુશ્કેલ છે.
સિદ્ધાંત પ્રેમીને પોતાના દઢ સંકલ્પમાં મુસ્તાક રહેવું જોઈએ. તારા સંકલ્પના તો તે ચૂરા કરી નાખ્યા. જો આ નવો શુભસંકલ્પ તને ઊપજ્યો હોત તો તને આટલું બધું દુ:ખ થાત જ નહિ. કયા લોભીને નવું ધન મળ્યા પછી દુઃખ થાય છે? એટલે આ નવો શુભ-સંકલ્પ નથી, પણ જૂના સંકલ્પમાં આવેલ શિથિલિતા છે. વળી આ દયા તો છે જ નહીં, માયકાંગલી દયા તે દયા છે જ નહીં.દયામાં વીરત્વ હોય છે, પ્રેમ હોય છે, ધીરજ હોય છે, હૈયાનો ઉમળકો હોય છે. અને તેથી સાચો દયાળુ; આત્મા ભણી પ્રથમ જુએ છે. આત્મા મરી જાય એવી ક્રૂરતા કરનારને દયાળુ કોણ કહેશે? આ યુદ્ધમાં આવેલા રાજીખુશીથી આવ્યા છે, એમને કીર્તિ આગળ પ્રાણ જરાય મહત્ત્વની ચીજ નથી.તારા પક્ષમાં આવેલા લોકો સિદ્ધાંત ખાતર યુદ્ધમાં જોડાયા છે. એને સિદ્ધાંત આગળ દેહની કશી જ કિંમત નથી.
ભારત ! તું જાતિધર્મની વાત કરે છે પણ સિદ્ધાંત ભંગે તો વિશ્વધર્મ ભંગાય છે તેનું શું?
શું કોડી રાખીને રૂપીઓ ગુમાવવો છે? રૂપીઓ મળશે તો કોડી તો હજારો મળવાની. અલબત્ત તારી એ વાત સાચી છે કે; હિંસક યુદ્ધ એ જંગલીપણું છે, પરંતુ અહીં એ પ્રશ્ન જ હવે રહ્યો નથી. દુર્યોધનની દુર્બુદ્ધિને લીધે જ આ યુદ્ધ મંડાયું છે. એટલે એને પક્ષે અધર્મે છે, પણ તારે પક્ષે ધર્મ છે. એથી જ સૌ સાથીઓનો તને સાથ મળ્યો છે. માતા કુંતીએ પણ નીચેના ઉદ્દગારમાં સંમતિ આપી છે.
આપમેળે જ આવેલું, ખુલેલા સ્વર્ગદ્વાર શું.
સુખિયા ક્ષત્રિયો પામે, પાર્થ ! આવા સુયુદ્ધને.” (૨-૩૨) આવી વાત તું કેમ ભૂલી ગયો?
આ લડાઈ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની લડાઈ છે. આ સમરાંગણમાં શુભવૃત્તિ અને અશુભવૃત્તિ વચ્ચેનું સમરાંગણ છે, એમાં જો તું જીવીશ અને જીતીશ તો કીર્તિ મળશે, રાજ્ય મળશે અને મરીશ તો સ્વર્ગ મળશે. સમભાવ