________________
ઉપસંહાર
કાઢી સુટેવને ધારણ કરવાનો પ્રયત્ન. આનું જ નામ તે સાત્ત્વિક ધૃતિ. સાધના કાળે મનમાં વિકલ્પો આવે તો મૂંઝાવું નહિ પણ એ વિકલ્પોને દૂર કરવા પ્રયત્ન કરવો. આવા પ્રયત્નનું ચોક્કસ પરિણામ તે જ જ્ઞાન. એવા જ્ઞાનમાં બધા યજ્ઞો, દાન, તપ વગેરે સમાઈ જાય છે. પણ એ જ્ઞાનને મેળવ્યાનું માપ એ કે; સુખ અને દુઃખમાં સમતા પૂરેપૂરી રહે !
ભારત ! ઈન્દ્રિય સંયમ એટલે ઈન્દ્રિયને કચરી નાખવી એમ નહિ, પણ કાચબા જેમ કોમળ અંગોને ભય સ્થળે પીઠ નીચે સંકોરી લે છે; તેમ ઈન્દ્રિયોને સાધકે જાગતી ચોકી રાખી ભય સ્થળે સંકોરી રાખવી. આવી સાધના માટે હું નિયમિતપણું, દઢ સંકલ્પબળ અને જાગૃતિને જરૂરી ગણું છું. વિવેક તો ડગલેને પગલે જોઈએ જ.'
"ભારત ! અહીં લગી તો તને મેં એ સમજાવ્યું કે સમતાથી ક્રિયા કરતાં પાપ ન લાગે, હવે તને કર્મ કર્યા વિના છૂટકો નથી એ વિષે કહ્યું : તે સંન્યાસીનો દાખલો આપ્યો પણ રાગદ્વેષથી છૂટયા વિના સંન્યાસ થતો જ નથી અને રાગદ્વેષથી છૂટવા માટે સમત્વયોગની જરૂર છે. ભગવાં પહેર્યું કે ભાગવાથી કશું વળતું નથી. એટલે માત્ર લોકકીર્તિની ખાતર તને હું યુદ્ધમાં જોડાવાનું નથી કહેતો. લોકભયને તજવાનું હું જરૂર કહું છું પણ લોકસંગ્રહને છોડવાનું નથી કહેતો. લોકભયે કરીને ચાલનાર સાધક જો આત્મદોર ચૂકે તો કીર્તિને કાયમ ન ટકાવી શકે.
૫૩
અને જેણે આત્મદો૨ ટકાવ્યો, તેણે ક્ષણવાર લોકો નિંદે તોય શું ? આખરે તો એની યશોગાથા જ જગતમાં ગવાવાની.”
કર્મ કરવું કે તવું ?
કર્મ કર્યા વિના કોને ચાલે છે ?
ક્ષણેય ન રહે કોઈ, કદી કર્મ કર્યા વિના;
કરાવે અવશે કર્મો, સૌને પ્રકૃતિના ગુણો. (૩-૫)
ચાલવું, ઊઠવું એ પણ કર્મ છે. જંગલમાં ગયેલાને પણ એના વિના ચાલતું નથી. તો પછી લોકસંગ્રહવાળાં કર્મો આવે ત્યારે અખાડા કરવા અને પેટપોષણનું કામ કર્યા કરવું એ તો મિથ્યાચાર થયો. તામસી દશા થઈ. એવું તને સ્વપ્ને પણ ન હો ! આ વિશ્વમાં દેહ બંધાયો ત્યાંથી લોકસંગ્રહ સાથે જોડાયો જ છે. જો, માબાપ પુત્રપ્રત્યે અમી વર્ષાવે છે. પુત્ર મોટો થઈ માબાપની સેવા બજાવે છે. વ્યકિત એ