________________
અધ્યાય અઢારમો
૫૮૩
यस्य नाहङ्घतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इमाँल्लोकान् न हन्ति न निबध्यते ||१७|| એવું છતાં જુએ ત્યાં જે, અઘડ (અણઘડ) બુદ્ધિને લીધે, પોતાને એકલો કર્તા, ને દુર્મતિ ન દેખતો. ૧૬ અહંભાવ નથી જેને, જેની લેપાય ના મતિ; તે ન હણે, ન બંધાય, આ લોકોને હણ્યા છતાં. ૧૭ (હે અર્જુન ! ઉપર કહ્યું તેમ કાર્ય પછવાડે બીજાં કારણો હોવા છતાં એટલે કે) એવું છે છતાં એ અસંસ્કારી બુદ્ધિને લીધે હું જ કેવળ કર્તા છું” (એ પ્રકારે) જે નિહાળે છે, તે દુષ્ટ બુદ્ધિવાળો ખરી રીતે તો દેખતો જ નથી. (કારણ કે ખરી જ્ઞાનદષ્ટિ તેની બંધ છે. એટલે ધૂળ ચક્ષુએ ભાળે છે, પણ જ્ઞાનચક્ષુએ તો આંધળો
પણ જેનામાં અહંકારભાવ નથી અને જેની બુદ્ધિ મલિન નથી, તે આ લોકોને હણીને પણ નથી હણતો, નથી બંધનમાં પડતો !
નોંધ : શ્રીકૃષ્ણગુરુદેવે અહીં સોળમા શ્લોકમાં અહંકારભાવનું પોકળપણું બતાવ્યું છે અને સત્તરમા શ્લોકમાં નિરહંકારભાવની પ્રશંસા કરી છે. પરંતુ સત્તરમા શ્લોક પરથી કોઈ નિર્લેપ બુદ્ધિવાળો અને નિરહંકારભાવ ધારણ કરવાવાળો થઈને લોકોને હણવા લાગે તોય કશું પાપ એને ન લાગે' એવો ભાવ રખે તારવી લે ! ખરી વાત તો એ છે કે અહંકારભાવ કે આસકિતવાળી બુદ્ધિ હોય છે, ત્યાં જ હિંસાનું જોર વધે છે. નિરહંકારભાવ અને નિરાસક્તિ આવી એટલે હિંસા થાય જ કેમ? છતાં આવી ઉક્તિ એટલા જ સારુ કહી છે, કે અહંકારી મનુષ્ય નિરહંકાર ભાવની સાધના તરફ આકર્ષાય અને જ્ઞાનીની માત્ર સ્થૂળ ક્રિયા પરથી જ્ઞાનની ભૂમિકા માપવાનું ભૂલી જાય! મતલબ કે ખરો જ્ઞાની તો આપોઆપ અહિંસક જ હશે. એટલે એને આ સત્તરમો શ્લોક હિંસાને માર્ગે ન લઈ જતાં, અહંકારની સૂક્ષ્મતાને પણ કાઢી નાખવા પ્રેરશે અને જે આજે હિંસક હશે, છતાં ઉપર ચડવા ઈચ્છશે તે અહંકાર ભાવને છોડવા માટે સોળમા શ્લોકનું શરણું લઈને જ પહેલાં તો નિરહંકારી થશે. તો જ ગીતાના સોળમા અને સત્તરમા શ્લોકનું યથાર્થપણું જળવાશે. ‘હત્વપ ન દન્તિ' ના ઘણી રીતે અર્થો લઈ શકાય. એક તો એ કે નિરહંકારી પુરષ બીજાની દુષ્ટતાને હણે છે, તે કોઈની કાયાને ઈજા પહોંચાડવા ઈચ્છતો નથી. “સ્વાપિ ન દન્ત’ નો એક અર્થ એમ પણ લઈ શકાય કે