________________
ગીતા દર્શન
છે. તે ખાસ કરીને તો મનુષ્યદ્વારા જે કાર્ય થાય છે તેની પાછળનાં કારણો લીધાં છે, અેટલે દેવનો અર્થ અદષ્ટ, બધાં કારણો લઈએ તો કાળ, નિયતિ, સ્વભાવ અને પ્રારબ્ધ ચારે તેમાં આવી જાય. અને પુરુષાર્થ સાથે શરીર, જીવ, ઈન્દ્રિય તથા પ્રાણનો સંબંધ છે જ. વળી બીજી રીતે મનુષ્યની કાર્યસિદ્ધિ પાછળ ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો મુખ્યત્વે જૈન શાસ્ત્રકારો બતાવે છે. અને વૈશેષિકો (૧) સમળિય, (૨) અસમવાચી, અને (૩) નિમિત્ત એમ ત્રણ કારણો બતાવે છે. પરંતુ સૌની મતલબનો સમન્વય થઈ શકે તેમ છે.
૫૮૨
શરીર હોય અને તેમાં જીવ ન હોય, તો લાગણીપૂર્વકની ક્રિયા ન સંભવે. શરીર અને જીવ જો જુદા હોય પણ સાધન જ હોય તો ક્રિયા થાય જ નહિ, શરીર, જીવ અને ઈન્દ્રિય હોવા છતાં સૂતેલો માણસ કાર્ય ન કરી શકે અને એ ચારે હેતુઓ હોય છતાં દૈવ પ્રતિકૂળ હોય તો ક્રિયા ન થાય.
આ પરથી એટલું તો ફલિત સહેજે થાય જ છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ પાછળ એકલો જીવ જ હેતુ નથી. એટલે કોઈ ધારે કે હું "આમ કરું કે તેમ કરું" અથવા "મેં આમ કર્યું કે મેં તેમ કર્યુ." તે દાવો પોકળ છે. જેમ લોક, તિલક કહે છે તેમ ખેતીમાં જમીન, બી, વરસાદ, ખાતર, બળદ બધું જોઈએ. માત્ર મનુષ્યયત્નથી પાક ન થાય. હા, મનુષ્યયત્ન પ્રત્યક્ષ હોઈને બળવાન છે એટલું ખરું. વળી કેટલાક લોકો એકલા દૈવ અગર પ્રારબ્ધ અથવા ભાવિ ઉપર જ બધો કાર્યસિદ્ધિનો બોજો નાંખે છે, તે તો વળી જડ, આળસુ અને મહા અનર્થકારી બની જાય છે. સારાંશ કે પુરુષાર્થને પૂરો અવકાશ છે, અને અનાયાસે આવેલાં કર્મધર્મો તો બજાવવાં જ જોઈએ, છતાં અહંકાર ન રાખવો જોઈએ; કારણ કે એકલા જીવનું ધાર્યું કશું થતું નથી. અહીં જીવ એટલે કર્મસંગી અથવા પ્રકૃતિના ગુણોનો સંગી જીવ લેવો, શુદ્ધ આત્મા નહિ ! શુદ્ધ આત્માનું ધાર્યું તો સર્વ થાય જ છે. પણ તે જગતના કાર્ય વિષે કશું ધારતો જ નથી, તે તો મોક્ષના મંગળભાવની જ ધારણા કરે છે, અને તે માર્ગે તે સ્વતંત્ર જ છે. ત્યાં તે માર્ગમાં પ્રકૃતિ આડે આવતી જ નથી, કારણ કે તે પુરુષમાં સમભાવ ભરેલો હોય છે. મતલબ કે સંસારનાં શુભ, અશુભ કે મિશ્ર પરત્વે રાગદ્વેષ કે મોહ અથવા અહંકાર ન રાખવો જોઈએ. છતાં આ વાત નહિ સમજાનારા કોણ અને એમની શી દશા થાય છે, તે વિષે હવે ગુરુદેવ કહે છે : तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः
I
||૧૬।।