________________
અધ્યાય અઢારમો
૫૭૯
ખેલી શકે. એવા ત્યાગને સારુ પૂર્વકાળનો શ્રદ્ધાભર્યો શુભ પ્રયત્ન અને આ જન્મમાં પણ સંશયરહિત સાત્વિક બુદ્ધિ અને શુદ્ધ ભાવની જરૂર પડે છે. તો જ તે સમભાવ જાળવી શકે છે. માટે જ કહું છું કે, અકુશલ કર્મનો તે દ્વેષ કરતો નથી અને કુશળ કર્મમાં આસકત થતો નથી (તવો) સત્ત્વભાવ ભર્યો, બુદ્ધિમાન, અને અસંશયી ત્યાગી (ત) હોય છે.
(અને અર્જુન ! લોકો જે કર્મ ત્યાગવાનું કહે છે તે કર્મત્યાગનો માર્ગ જ યુતિસંગત નથી. અને માનો કે કોઈએ અમુક કર્મ છોડી દીધાં ને ભગવાં કે ધોળાં વસ્ત્ર પહેરી લીધાં. પણ તેથી શું વળ્યું? તેમને પણ કયાં ખાવું, પીવું, અમુક પ્રકારનો ઉપદેશાત્મક કે સ્વાધ્યાયાત્મક વ્યવસાય કરવો વગેરે પ્રવૃત્તિ નથી કરવી પડતી ? એટલે જ કહું છું કે, સમૂળગાં કર્મને તજવાં, દેહધારી માટે શક્ય જ નથી. એટલે કર્મફળને ત્યાગી જ ત્યાગી ગણાય છે. એને સંન્યાસી કોઈ કહે, વા ત્યાગી કહે, એ તો બન્ને સરખું જ છે).
(પ્રિય પરંતપ ! અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનાં કર્મફળો છે, તે અત્યાગીને તો મર્યા પછી પણ છોડતાં નથી, પરંતુ સંન્યાસીને (ત્યાગીને) તો (અહીં પણ નહિ, અને પરલોકમાં પણ નહિ; એટલે કે તેમને) કદીયે હોતાં નથી.
(મતલબ કે ખરા સંન્યાસીને શુભ, અશુભ કે મિશ્ર તે પૈકી કોઈ પણ જાતનું કર્મફળ ભોગવવું પડતું જ નથી.)
નોંધ ઉપર જ ઘણી બાબતો કહેવાઈ ગઈ છે. જૈનસૂત્રો કહે છે કે શુભ અને અશુભ એમ આસ્રવ-એટલે કે કર્મપ્રવાહ-ના બે પ્રકાર છે. પુણ્ય તે શુભ અને પાપ તે અશુભ.
પણ જૈનગ્રંથોમાં પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ, તેમજ પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એમ પ્રકારો પણ વર્ણવે છે. નરકગતિ એ એકાંત અશુભનું પરિણામ છે. સ્વર્ગગતિ એ એકાંત શુભનું પરિણામ છે, તિર્યંચગતિ અશુભપ્રધાન શુભનું પરિણામ છે. અને મનુષ્યગતિ એ શુભપ્રધાન કર્મનું પરિણામ છે. એટલે જ પુણ્યપુંજ માનવદેહ ગણાય છે. મોક્ષ એ જ એ ગતિનું પરમધ્યેય છે. અને મનુષ્યગતિ વિના મોક્ષ પણ નથી. પરંતુ સમભાવ પ્રથમ સાધવો જોઈએ. તો જ જન્મમરણ ટળે. જૈનદષ્ટિ પ્રમાણે આસ્રવ રોકનાર સંવર સમભાવી સાધક સાધી શકે છે, અને તેથી તેવા સાધકને આ લોકમાં કે પરલોકમાં પાપપુણ્યનું નડતર નડતું નથી. જેમ પાપ એ બેડી છે, તેમ પુણ્ય પણ