________________
૫૭૮
ગીતા દર્શન
નોંધ : જૈનસૂત્રોમાં વૈરાગ્યના (૧) મોહગર્ભિત, (૨) દુ:ખગર્ભિત, અને (૩) જ્ઞાનગર્ભિત એવા ત્રણ ભેદ છે, તે આ જ પ્રકારના છે; અને તેમાં જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ શ્રેષ્ઠ બતાવ્યો છે, તેમ અહીં પણ સમજપૂર્વક નિયત કર્મ કરવાં અને ફળ તથા સંગ તજીને કરવાં એમ કહેવા પાછળ પણ એ જ દષ્ટિ છે.
નિયત-સ્વભાવજ-સહજ-સ્વભાવનિયત-સ્વ એ બધા શબ્દો ગીતાજીમાં કર્મ અને ધર્મને જોડેલા વારંવાર આવે છે. તેનો વ્યાપક અર્થ એટલો જ કે પોતાની ભૂમિકાને લગતાં અનિવાર્ય કર્મધર્મો. જૈનસૂત્રોમાં નિકાચિત કર્મો અગર સંયમશુદ્ધ ક્રિયાઓને બરદાસ્ત કર્યા વિના છૂટકો જ નથી એમ કહેવાયું છે.
કેટલાક ગીતાની ટીકાના કર્તાઓ નિયત શબ્દનો અર્થ અહીં નિત્ય નૈમિત્તિક કર્મો લે છે. પરંતુ તે કરતાં અનિવાર્ય કર્તવ્યો જ લેવાય તે યોગ્ય છે. પણ તે કર્મોનું ફળ ભોગવવું પડે તેનું શું? ગુરુદેવે ઉકેલ આપ્યો કે કર્મફળના બંધનનો મૂળ આધાર કર્તાની દષ્ટિ અને કર્તાના અભિમાન ઉપર જ છે, માત્ર કર્મપરત્વે નહિ જ. જૈનસૂત્રોમાં પણ કહ્યું છે કે ઐયાપથિકી ક્રિયાવાળું કર્મ આત્માને બાંધી શકતું નથી. એથી જન્મમરણના ફેરામાં જ્ઞાનીઓ (ક્રિયા કરવા છતાં) પડતા નથી. ગીતા પણ હવે તે જ બીનાને વિસ્તારપૂર્વક સમજાવે છે.
न द्वेष्ट्य कुशलं कर्म कुशले नानुषज्जते । त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ||१०|| नहि देहमृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः । यस्तु कर्मफलत्यागी स त्यागीत्यमिधीयते ।।११।। अनिष्टमिष्टं मिश्र च त्रिविधं कर्मणः फलम् । भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ।।१२।। શુભ અશુભ કર્મોમાં, રાગ દ્વેષ કરે નહિ; સન્તભાવ ભર્યો ત્યાગી, બુદ્ધિમાન અસંશયી. ૧૦ ન શકય દેહધારીને, સમગ્ર કર્મ છોડવાં; માટે કર્મફળ ત્યાગી, તે જ ત્યાગી ગણાય છે. ૧ ૧ અનિષ્ટ ઈષ્ટ ને મિશ્ર, વિવિધ કર્મનું ફળ;
મર્યા છતાં અત્યાગીને, સંન્યાસીને નહિ કદી. ૧ ર (પણ પરંતપ !) સાત્વિક ત્યાગ કોઈ એવી સહેલી રમત નથી કે જે સહુ કોઈ