________________
૫૩૦
ગીતા દર્શન
અન્યાયે પણ એ અર્થ જ મેળવવામાં જ રઘવાયો બને છે. અને એની વચ્ચે જે કોઈ મુશ્કેલીઓ આવે, તેને એવા અજ્ઞાનીઓ યજ્ઞદ્વારા કે કંઈક આર્થિક લાલચ આપીને નિવારવા મથે છે, અથવા તો હિંસા વાપરે છે, બીજાને મારવા, રંજાડવા એ તો પ્રવૃત્તિ પાછળ એમને સામાન્ય થઈ પડે છે. પોતાના સામાન્ય શબ્દ વિષય સુખને કારણે રોમના બાદશાહ નીરોએ સેંકડો હાથીને ટેકરી નીચે ધકેલી દેવડાવ્યાનો ઉલ્લેખ આવે છે, તે આ પરથી સિદ્ધ થાય છે.
આવા મહાનિર્દય, કામાતુર અને ક્રોધચંડાલમાં રાચેલાને કોઈ કહે કે 'પ્રભુનો ડર રાખો', ત્યારે તે કહે છે : "પ્રભુ ! એ તો ઊભું કહેલું સ્વાર્થી લોકોનું ધતિંગ છે. પ્રભુ કોઈ છે જ નહિ. પ્રભુ ગણો તો હું ને યોગીય હું. ભોગી હું ને સાધનાનો સિદ્ધ પણ હું.” એમ મદમાતાં મત્સરાળાં વેણ અજ્ઞાનમાં મૂઢ બનીને તે બોલ્યા કરે છે. જે ધાર્મિક સંપ્રદાયોમાં કે જે કર્મકાંડોમાં અર્થની જ અતિ મહત્તા છે, ત્યાં આવા મૂઢ લોકોનો મદ ફૂલેફાલે છે, તેથી જ જૈનસૂત્રોમાં અને ગીતામાં પણ આવા મદમાતા પરિગ્રહીના દાનની કે સ્થળ યજ્ઞની નિરર્થકતા જ સાબિત કરી છે.
શ્રીઉત્તરાધ્યયનસૂત્ર'ના પાંચમા અધ્યયનમાં પણ આવી જ ઘટના નાસ્તિકોને વિષે જૈનસૂત્રકાર કહે છે, અને છેવટે મરણ વખતે તો તેમને પોક મૂકીને રહેવું પડે છે, એવું બને છે, એમ ખુલાસો કરે છે. ગીતાકાર પણ કહે છે:
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः । प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ||१६|| બહુ ચિત્ત ભ્રમ ભ્રાન્ત, ઘેરાયા મોહજાળથી; આસકત કામજોગોમાં, અશુચિ નરકે પડે ૧૬ (હે પાર્થ !) આમ ચિત્તની ઘણી ભ્રમણાઓથી ઘેરાયેલા મોહજાળ ફસાયેલા અને વિષયભોગમાં આસકત થયેલા (એ આસુરી લોક) ગંદા નરકમાં પડે છે.
નોધ : જેમ કિંપાકફળ પ્રથમ મધુર લાગે છે પણ પરિણામે કલેજું અને હોજરી વાઢીને ઘાત ઉપજાવે છે, તેમ ઉપર્યુકત કુકર્મો પ્રથમ મધુર લાગે છે, પણ પરિણામે કડવાં અને આત્મઘાતક નીવડે છે. જો કે એમને આ જિંદગીમાં પણ શાંતિ કે ખરા સુખનો છાંટો નથી હોતો, છતાંય અજ્ઞાની લોકોમાં પોતાનો ખોટો મોભો જાળવી રાખવા માટે ધર્મને નામે ચાલતી રૂઢ ક્રિયા કરે છે, અને પોતાની