________________
૩૬
ગીતા દર્શન થકો તે ત્યાગી ગણાય છે, અને તેને પાપ પણ નથી થતું. કારણ કે તે તો એને માટે સ્વધર્મ છે.”
છેલ્લા શબ્દો સાંભળીને અર્જુન વિમાસણમાં પડયો, ત્યારે શ્રીકૃષ્ણચંદ્ર આગળ ચલાવ્યું.
"પ્યારા પાર્થ ! ભલા ! તું થાકે છે, શા માટે? સમગ્ર કર્મ કોઈ દેહધારી તજી શકતો નથી, એ તો તું જાણે છે ના? ઠીક ત્યારે, અકુશલમાં દ્વેષ ન કરવો, કુશળમાં રાગ ન કરવો, પછી બંધન કયાં રહ્યું? મતલબ કે કર્તવ્ય ધારીને નિયતકર્મ કર્યા કરવા અને આસકિત અને ફળદષ્ટિ તજીને ! બસ તે જ આદર્શ સંન્યાસ. આવા ત્યાગના મૂળમાં વિવેક અને આંતરશુદ્ધિ રહ્યાં છે. તે ન હોય ત્યાં કાં તો રાજસી ત્યાગ હોય કાં તો તામસી ત્યાગ હોય ! રાજસી ત્યાગી સત્કર્મ કરે તે વેઠથી કરે અને વૈરાગ્ય સેવે તે દુઃખગર્ભિત હોય; એનાથી રાગબંધન ન છૂટે. અને તામસીત્યાગી તો મોહનો જ ભંડારી હોય, એટલે ખરું તજી ખોટાને જ પકડે. એની વાસનાનાં મૂળિયાં તો એવાં જ હોય, એટલે જે ક્ષેત્રમાં જાય ત્યાં બદબો ફેલાવે. ગૃહસ્થોમાં જ્યારે હું મોટો વર્ગ રાજસી ત્યાગીને જોઉં છું અને સંન્યાસીઓમાં પણ તામસી ત્યાગીનો તોટો નથી જોતો, ત્યારે આશ્રમ પ્રણાલીના ઘડતરને જુદી રીતે ઘડયા વિના બીજો માર્ગ મને લાગતો નથી. અલબત્ત એ નવી પ્રણાલીમાં પણ કેટલોક વર્ગ ગુરુસમર્પણ કે આત્મનાદથી પ્રેરાઈ કર્મ કરનારો હશે ! કેટલોક વર્ગ એકાંતસેવી, વિષયત્યાગી, વૈરાગ્યપ્રિય, આત્મરિપુઓ સામે જંગ ખેલનાર, મન વાણી અને કર્મને વશ રાખનાર, અલ્પભોજી અને એમ જ્ઞાનધ્યાનદ્વારા આત્મવિકાસ અને સર્વભૂતસમભાવનો સુમેળ સાંધનાર હશે ! કેટલોક વર્ગ અનાસકતભાવ રાખી તથા કર્મફળની લાલચ છોડી યજ્ઞ, દાન, તપ અને વર્ણાદિનાં કર્મ કરનાર હશે. આ ત્રણ વર્ગનો ઉદ્ધાર છે, તેમને હું ક્રમશ ભકિતયોગી, જ્ઞાનયોગી અને કર્મયોગી કહું છું. મને એવો કર્મયોગ પ્રિય છે કે જેના મસ્તક પર ભકિત હોય અને હૃદયમાં જ્ઞાન હોય.
"વળી થોડું તને કર્મ વિષે કહું.
"ઘનંજય ! કર્મનાં ફળ ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનાં છે. તેને લીધે સ્વર્ગ, નરક અને પશુ-મનુષા-ગતિ મળ્યાં કરે છે; પણ તે કોઈને છોડતા નથી. જોઈએ તો ઉપરનો ત્યાગી હો કે જોઈએ તો ઉપરનો ભોગી હો ! પણ અંતરના ત્યાગીને તે અવશ્ય છોડે છે. જે અંતરથી ભોગાસક્ત છે, તેનો પીછો -