________________
અધ્યાય અઢારમો
૬૩૫
સંક્ષેપમાં કહીશ,તોપણ તું સમજી જઈશ. એમ મને લાગે છે.
અર્જુન ! સંન્યાસાશ્રમ કે ત્યાગાશ્રમ ગમે તે આશ્રમમાં જાય પરંતુ સંપૂર્ણપણે કર્મત્યાગ સંભવતો જ નથી. એટલે કામ્ય કર્મોને તજવાં એને કોઈ સંન્યાસ કહે છે. પણ કયાં કામ્ય અને કયાં અકામ્ય?
કયાં કર્મને સત્કર્મ કહેવું અને કયાં કર્મોને અકર્મ કે વિકર્મ કહેવાં, એ નક્કી થઈ શકતું નથી. ત્યારે કેટલાક એમ જ કહે છે કે કર્મમાત્ર દોષિલાં છે, માટે સર્વને તજવાં. ત્યારે કેટલાક કહે છે કે ના, જો બધાં કર્મોને તજશો તો જિંદગીનો હેતુ જ માર્યો જશે. માટે સ્વર્ગપ્રદ એવાં દાનાદિ અને મોક્ષપ્રદ તપશ્ચર્યાદિ કર્મો તો કરવાં જ જોઈએ. ત્યારે કોઈ વિચક્ષણ જનો કહે છે કે ભાઈ, સર્વ કર્મના ફળનો જ ત્યાગ કરો, એ જ ખરો ત્યાગ છે."
ભારત ! એ બધાં મંતવ્યોમાં આંશિક સત્ય છે જ. હું એ આંશિક સત્યને લઈ એની સાથે આટલું ઉમેરું છું કે કર્મ તો કરવો જ, પણ આસકિત અને ફળદષ્ટિને તજીને કરવાં. જો કે કોઈ પણ કર્મની આગળ પાપ તો ઊભું જ છે ! અગ્નિ સળગાવતાં ધૂમ અનિવાર્ય છે તેમ એ અનિવાર્ય છે. પણ જેમ ધુમાડાથી બચવા માટે રસોઈઘર સગવડવાળું રાખીએ છીએ અને ધૂમ ન વધે તેવી કાળજી રાખી બળતું ચેતાવીએ છીએ, તેમ આસક્તિ ન રાખીએ અને ફળ તરફ દષ્ટિ નઠેરવીએ તો એ કર્મજન્ય પાપ આપણને લેપી રકતું નથી. - "પ્રિય પરંતપ ! જોકે સંન્યાસ અને ત્યાગ બન્નેનું તત્ત્વ વસ્તુતાએ એક જ છે. છતાં પરિભાષાભેદે તું નોખું માગતો હોઈશ; તો હું કહું છું કે આત્માને વશ રાખી સ્પૃહાઓ છોડીને બુદ્ધિને અનાસકત રાખવી, એનું જ નામ તે સંન્યાસ. આવા સંન્યાસથી પરં નૈષુમ્મસિદ્ધિ થાય છે. અને નૈષ્કર્મેસિદ્ધિથી બ્રહ્મ મળે છે, કે જે શાનની પરાકાષ્ઠા છે."
પણ કૌતય ! આથી તું એમ જ માનીશ કે હું સંન્યાસ, સંસ્થાનો એકાંતે વિરોધ જ કરું છું ! અલબત્ત ભગવાં કે ધોળાં કપડાં પહેરીને કાયરતાથી નિયતકર્મને છોડી ભાગી છૂટનાર ત્યાગી ગણાતો નથી. કારણ કે તેવાં નિયતકનો સંન્યાસ થઈ રકતો જ નથી. નિયતકર્મ એટલે ઘણા કાળથી થયેલું આત્માના સંગે પ્રકૃતિનું ઘડતર અથવા પ્રકૃતિના ગુણોના સંગી આત્માનું સ્વભાવ ઘડતર. આવું સ્વભાવનિયતકર્મ જ્યારે આત્મલક્ષી દષ્ટિ રાખીને સાઘક કરે છે, ત્યારે કર્મ કરતો