________________
૫૪૬
ગીતા દર્શન
હોય, તો તેની શ્રદ્ધા કઈ તરફ છે, તે જ તેની કસોટી; (૨) પુરુષ મૂળે જે શુદ્ધ છે, તે તો પોતે શ્રદ્ધામય જ છે, પણ તે શ્રદ્ધા નિરાળી જ, અગાઉ કહી તેમ કેવળ પ્રભુમય હોય. જ્યારે સામાન્ય રીતે જે કર્મસંગી કે ગુણસંગી જીવ છે તે તો જે શ્રદ્ધા ધરાવે છે, તેમાં તેનો પ્રકૃતિ સ્વભાવ મુખ્ય કામ કરે છે.
આનો અર્થ એ નથી કે પ્રકૃતિ સ્વભાવ ન જ પલટે, ઊલટું પ્રકૃતિ સ્વભાવ પલટાવવા સારુ તો આમાં ખાસ પ્રેરણા છે. માણસને આસુરી ન થવું હોય તો તે પોતાનો આસુરી પ્રકૃતિવભાવ પલટાવીને દૈવી બની શકે છે.
આ રીતે જેમ નીચાને ઊંચે જવાની પ્રેરણા મળે છે, તેમ પોતાની જાતને ખોટી રીતે ઊંચી માની લેનારને પણ એ પ્રેરણા મળે છે કે, જ્યાં લગી તારી વૃત્તિ માયામાં જાય છે અને માયાવી વસ્તુ પ્રત્યે તારી શ્રદ્ધા પ્રગટે છે ત્યાં લગી તું પોતે પણ માયાવી જ છે. અને હવે ગુરુદેવ એ વિષે જ કહે છે:
यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः। प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ||४|| સાત્ત્વિકો દેવ પૂજે છે, રાજસો યક્ષરાક્ષસ;
ને તામસ જનો બીજા, ભૂતપ્રેતગણો પૂજે. ૪ (હે અર્જુન !) સાત્ત્વિક લોકો દેવોને પૂજે છે. રાજસી લોક યક્ષરાક્ષસોને પૂજે છે અને બીજા તામસી લોક તો પ્રેતભૂતગણોને પૂજે છે.
નોંધ : સત્ત્વગુણી દિવ્યગતિ ઝંખે છે. રજોગણી યક્ષરાક્ષસગતિ ઝંખે છે, અને તમોગુણી ભૂતપ્રેતગતિને ઝંખે છે. જેમનામાં જે વેળા સત્ત્વગુણ સ્વાભાવિક હોય, તે વેળા તે પોતે દેવ છે. જેમનામાં જે વેળા રજોગુણ સ્વાભાવિક હોય તે વેળા તે પોતે યક્ષ અથવા રાક્ષસ છે. રાવણ રજોગુણની મહામૂર્તિ હોઈને જ રાસ કહેવાયો છે. જેમનામાં જે વેળા તમોગુણ સ્વાભાવિક હોય, તે તે વેળા સ્વયંભૂત અને પ્રેત જ છે. એમ પણ આ પરથી તારવવું ઠીક થઈ પડશે. એથી ભૂતપ્રેતના વળગાડ પાછળ તમોગુણ જ અસર કરે છે અને વહેમી અને નબળા મનવાળાને તે ઘેરી લે છે, એ પણ સમજાઈ જશે.
હવે શાસ્ત્રવિરહિત જે સ્વદે વર્તે છે, તેઓ અધ:પતનને માર્ગે જઈ કવા પાયમાલ થાય છે ? તે બતાવી શાસ્ત્રવિધની જરૂરિયાત નીચેના બે કલાકોમાં સિદ્ધ કરે છે. પણ શારવિધિ એટલે માત્ર અંધ અનુકરણે પોપટિયા ઉરચાર નહિ,