________________
અધ્યાય સત્તરમો
પ૪૫
ગણાતીત થઈ જવાય તો શાસ્ત્રવિધિની કશી જરૂર નથી રહેતી. આમ એનું મંતવ્ય છે, કે જે વિષે આપણ ઉપોદઘાતમાં બીજી રીતે પણ ચર્ચા કરી જ ગયા છીએ.
श्रीकृष्ण उवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावता । सात्त्विकी राजसी चैव तामसी चेति तां श्रृणु ।।२।।
શ્રીકૃષ્ણ બોલ્યા : શ્રદ્ધા ત્રિવિધ દેહીની, તે તો સ્વભાવજન્ય છે;
સાત્ત્વિકી, રાજસી છે ને, તામસી સુણ તે હુંથી. ૨ (પ્રિય અર્જુન !) જે શ્રદ્ધા ત્રણ પ્રકારની કહેવાય છે તે શ્રદ્ધા સ્વભાવજન્ય છે : (૧) સાત્ત્વિક, (૨) રાજસી અને (૩) તામસી. (હવે એ પ્રમાણે) તેને (શ્રદ્ધાના મૂળને હું કહું છું તેને) સાંભળ.
નોંધ : અર્જુનને ઉદ્દેશીને પ્રથમ તો શ્રદ્ધાના બે ભેદ પાડી દે છે : (૧) આત્મજન્ય (૨) સ્વભાવજન્ય. જો કે આત્મા અને સ્વભાવમાં મુખ્યત્વે ભેદ નથી, પરંતુ જે આત્મા પ્રકૃતિના ગુણથી રંગાયેલો છે, તે આત્મામાં જે શ્રદ્ધા જન્મ, તે પ્રકૃતિના ગુણોવાળી જ હોય એટલે સ્વાભાવિક રીતે શ્રદ્ધાના પણ ગુણ પ્રમાણે ત્રણ ભેદ જ પડી જાય છે. શુદ્ધ આત્મજન્ય જે ગુણાતીત શ્રદ્ધા છે, તે તો પરાભકિત તરીકે જ કહેવાય ! આ વાતથી ગૂંચવાડો ન પેદા થાય એટલે સીધી જ વાતમાં શ્રીકૃષ્ણગુરુ કહી દે છે :
सत्त्वानुरुपा सर्वस्य श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषो यो यच्छंद्धः स एव सः ||३|| ભારત ! હોય છે સૌની, શ્રદ્ધા સત્તાનુસારણી;
જેવી શ્રદ્ધા ધરે તેવો, આ શ્રદ્ધામય પુરુષ. ૩ હે ભારત ! (ઉપલી ત્રણ પ્રકારની શ્રદ્ધા વિષે મે જે કહ્યું તે શ્રદ્ધા સૌને હોય છે અને તે અંત:કરણને અનુરૂપ હોય છે એટલે કે) સન્દ્રાનુસાર સૌની શ્રદ્ધા હોય છે. (આ પરથી એ પણ સિદ્ધાંત ફલિત થાય છે કે સૌના શરીરમાં જે) પુરુષ(બેઠો છે, ત) શ્રદ્ધામય છે. મતલબ કે) જે જેવી શ્રદ્ધા ધરે, તેવો જ તે હોય !
નોંધ : આમાં બે વસ્તુ કહી નાખી : એક તો (૧) પુરુષ કેવો છે એ ઓળખી