________________
અધ્યાય નવમો
૩૮૭
સમાઈ જતું ન હોય ! નથી ત્યાં વર્ગભેદ, વર્ણભેદ દેશભેદ કે સ્ત્રી, પુરુષ, નપુંસકના લિંગભેદ. નથી હું, તું છે મારું, તારું! આવું કેવળ જ્ઞાનમય જીવન કોણ ન ઈચ્છે?'
"એ જીવનની આરાધના પણ કંઈ મુશ્કેલીવાળી નથી. હાથમાં મહાશિલાઓ ઊંચકીને ધોમધખતી રેતીમાં સખ્ત તાપ નીચે તપ તપતા, કે ઊંધે માથે નીચે ઝળહળતી અગ્નિશિખાનો તાપ ઝીલતા, મહિનાઓ લગી નિરાહારી રહેતા, ખીલાઓ ઉપર આસન જમાવતા, કડકડતી ઠંડીમાં વસ્ત્રવિહીન રહેતા, એવા તાપસીને જે ભાગ્યે જ સાધ્ય થાય, વેદોના (સર્વાગ અને તે પણ માત્ર પોપટિયું નહિ પણ સદાચારથી ભરેલું જ્ઞાન હોય તેવા) જ્ઞાનીને પણ જે મેળવવા માટે જન્માંતરો કરવા પડે (અને છતાંયે કોરો રહી જાય !), વેદાંતાદિ દર્શનોના અજોડ વિદ્વાનને પણ જેની કલ્પના સુધ્ધાં ન આવી શકે, જિંદગીભર ભજન ગાવા છતાં જેનું બિંદુય ન મળ્યું હોય, એવું એ આત્માજ્ઞાન શ્રીકૃષ્ણગુરુ, કહે છે તેમ મેળવવું સાવ સહેલું છે, બહુ દૂર નથી. ગૂઢ, છતાં પ્રત્યક્ષ સમજી શકાય તેવું છે. કપોલકલ્પિત નથી કે સ્વપ્ન સમું અસ્થિર નથી પણ શાશ્વત છે. કોઈ મેલી વિદ્યા કે ઉપાસના કરવી પડે તેમ નથી કારણ કે પવિત્રતાથી ભરેલું છે. સર્વોત્તમ છે.”
શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું: પરંતુ એ રહસ્યજ્ઞાનના પિપાસુ માટે પ્રથમ શરત તો એ છે કે તેઓ શ્રદ્ધાળુ છે ખરા? બીજી શરત તો એ, કે માત્ર ગુણદષ્ટિવાળા જ છે?”
"આ બે શરત પૈકી એકેયનો અભાવ હોય, તો જે દરવાજાની ચાવી હું આપવા માગું છું, તેને માટે તેઓ નાલાયક છે. છતાં મોહવશને લીધે આવી પડશે તો એ ઊલટા પરેશાન થઈ જવાના. એવાને માટે અગાઉ કહ્યા તેમાંના બીજા ઘણા (કર્મયોગ, જ્ઞાનયોગ વગેરે) માર્ગો છે. તે માર્ગે જ ભલા થઈને જાય તો સારું, કારણ કે સગુરુ ઉપર કેવળ પરમાત્મભાવે સર્વ સમર્પણ કરવું, આત્મવિલોપન કરવું, એ એવાને માટે તદ્દન અશક્ય છે."
અર્જુનમાંથી ઉપલી બે શરત પૂરી પડે તેમ હતું, એટલે શ્રીકૃષ્ણચંદ્રજી આજે આત્મતેજે ખૂબ ઝળકી રહ્યા હોય એમ દેખાયા. એમણે કહ્યું : "હું સ્વયં અમૂર્ત છું છતાં અમૂર્તમાં મૂર્તિ એવાં ભૂતો રહ્યાં છે. તે એ રીતે કે એનું પોષણ અને ઉત્પત્તિ મારે લીધે છે, એટલે કે મારી અગાઉ કહેવાઈ ગયેલી પ્રકૃતિને લીધે છે. તે રીતેતેઓ મારામાં છે અને હું તેઓમાં છું. કારણ કે તેઓ ચાલે છે, બોલે છે, જાણે છે, તે