________________
૩૮૮
ગીતા દર્શન
બધું મારે લીધે. માત્ર દેહના એમના માળખામાં આત્મ-હંસલો ન હોય તો એ સડી જ જાય. હવે તું સમજી શકીશ કે હું અમૃત છું, હું સત્ય છું. વળી મારી સાથે આ રીતે રહીને મારું તેજ ઝીલવા છતાં મારા આ પરમ તેજને જેઓ નથી ઓળખતા, તેઓ મારામાં નથી પણ ખરાં, જો કે હું તો બધાં પરત્વે સમદષ્ટિવાળો છું. મને વહાલો વેરી કોઈ નથી, પરંતુ જેઓ મને સામે ઊભેલાને પણ ન જુએ કે આંખ મીચી જાય, તેમાં હું શું કરું ? આવા લોકો, જે મને નથી ઓળખતા, તે બિચારા મારા પડછાયામાં પડેલી પાશવી પ્રકૃતિના ગુલામ બને છે અને એને પરિણામે વારંવાર જન્મે છે ને મરે છે. ખરી રીતે તો જીવતાં જ મૂઆ જેવા તે હોય છે. એને માટે તો હું પણ મૃત્યુરૂપ છું, અસત્ રૂપ છું. કારણ કે તેઓ મૂળે આત્મવંત હોવા છતાં આસકિતવશ કરવાનું દુ:ખ અનુભવે છે. શાસ્વત એવા સ્વરૂપમાનને ભૂલીને દેહ તથા દેહના મોહ સંબંધોને વળગી ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિરહના ક્ષણજીવી વિકલ્પોમાં રાચે છે.”
"અરે ધનંજય ! માત્ર વનસ્પતિ, કીડી, મંકોડા, પતંગિયા કે જાનવરની જ હું વાત નથી કરતો. તેઓ તો બિચારાં એક રીતે એટલાં સારાં છે કે પોતાનાં કર્મ અગર પ્રકૃતિને વશ વર્યા કરે છે. પણ હું તો મોટે ભાગે મનુષ્યોની વાત કરી રહ્યો
"ભારત ! પશુ કરતાં તો નરપશુ ભારે ભૂંડા ! જો ને, તેઓ મોહક એવી પ્રકૃતિના તદ્દન હલકા ભાવને વળગીને કુદરત વિરુદ્ધ કેવી ધમાલ મચાવી રહ્યા છે! જાણે બ્રહ્માંડ તોડી નાખું એવી ધાંધલિયા પ્રવૃત્તિ કરે છે. પણ તેઓને એ ખ્યાલ નથી કે મારી પ્રકૃતિ આગળ એ બિચારા કાષ્ઠપૂતળી જેવા, કે બહુ બહુ તો હોળીના નાળિયેર જેવા નિમિત્ત માત્ર બનવાના છે. તેમનું ધાર્યું રજ માત્ર થવાનું નથી. એમની શેખચલ્લી જેવી આકાંક્ષાઓ પળવારમાં ભાંગીને ભૂક્કો થાય છે. બિચારા નાસ્તિક મૂર્ખ ! આત્મજ્ઞાનનો એકડો ઘૂંટી જાણતા નથી, ત્યાં તો સર્વજ્ઞ જેવા ધમંડી બની બેસે છે. માનવદેહે સુલભ એવી અણમૂલી આત્મસાધનાની તો તેઓ મજાક ઉડાવે છે. પણ શું કરે, બિચારાજડતાથી ભાન ભૂલ્યા છે. ચિત્તભ્રમ થયા પછી માને ગાળ દેનારની જગત દયા ખાય છે, તેમ આવાની દયા ખાવી જોઈએ.”
"પાર્થ ! મનુષ્યનો બીજો વર્ગ આનાથી કંઈક ઊંચો છે. તે વેદ ભણે છે. વર્ણાશ્રમના નિયમો પાળે છે. પાપથી ડરીને ચાલે છે. આવો વર્ગ મનુષ્યસમાજને ઉપયોગી છે તેટલા પૂરતો હું એની કદર કરું છું. પણ તેમાંથી કામના છેક ગઈ