________________
૩૮૯
ગધ્યાય નવમો
નથી. એટલે તે પણ યોગથી તો છેટા જ રહે છે. એક જ પડદો ચીરે તો એમનો બેડો પાર થાય. પણ તેઓ સુધ્ધાં અમુક હદે પ્રકૃતિવશ છે. તેઓમાંના કેટલાક તો દેવતાઓનાં વ્રતપૂજન કરી દેવલોક પામે છે. એથી નીચે રહેનારા વળી પિતૃપૂજી પિત્રી બને છે.
તો કોઈ તો વળી બહારના શત્રુને શત્રુ માની એને મારવા કે બહારના મિત્રને મિત્ર માની એનું ભલું કરવા ભૂતપિશાચોની ઉપાસના કરે છે. કેવા ગાંડા લોકો !
અગાઉ કહી ગયો તેમ, પોતે જ પોતાના વૈરી અને પોતે જ પોતાના મિત્ર છે. અહાર તો બધાં નિમિત્ત છે, તે દીવા જેવી વાતને તેઓ સમજતા જ નથી. તેઓમાંના તેઓ દેવતા દ્વારા મને પૂજે છે, એવું ભાન નથી છતાં પવિત્ર જીવન ગાળે છે અનેક ભોગો વાંચ્છે છે, તેઓ તો આ બધામાં ઉચ્ચ દરજ્જાના છે. પણ તેઓ મને ન પામતાં દેવલોકને પામી વિશાળ બાહ્યસુખ ભોગવી પાછા વળી આવાગમનના ફેરામાં પડે છે.”
આ બધી વાત જ્ઞાની મહાત્માઓ જાણે છે. બધા પાછળ પ્રભુનું તેજ જ છે, એમ પણ તેઓ જાણે છે, એટલે કે ખરેખર આત્મસાક્ષીએ અનુભવે છે. તેમને લાગે છે કે હું જ તેમનો અને જગતનો પિતા, માતા, દાદા, સ્વામી, ગતિ, શરણ, પ્રભુ, સાક્ષી,નિવાસ સર્વ કંઈ છું. મારે અધીન જ પ્રકૃતિ છે. જગતના કાનૂન માત્ર મારે અધીન છે. મારા પ્રમુખપણા નીચે જ પ્રકૃતિનો સચરાચર વ્યાપાર ચાલે છે. પ્રલય, ઉત્પત્તિ અને સ્થિતિ, વિશ્વનું નિધાન, બીજ, એ બધું હું થકી છે. ઉપર કહી ગયો તે રીતે તો એ બધું હું જ છું. વૃષ્ટિ અને તાપ પણ હું, યજ્ઞ હું અને યજ્ઞનાં સર્વ અંગ પણ હું ! તેઓ માને છે કે અનાસકત પુરુષને કર્મબંધન બાંધતાં જ નથી. શું આકાશમાં રહેલો વાયુ આકાશને બાંધી શકે ? વાયુ મૂર્ત છે, છતાં અમૂર્ત એવા આકાશને આધારે રહે જ છે, એમાં શી નવાઈ ?”
"આ જાણીને તેઓ અદ્વૈત, દ્વૈત કે અનેક રૂપે રહેલા મને, દ્દષ્ટિભેદે જ એ બધા ભેદ છે એમ સમજી, મારું જ સતત કીર્તન, મારે માટે જ સત્કર્મ પ્રવૃત્તિ અને મારે ખાતર જ જીવન હોય તેમ વર્તે છે. તેઓ દૈવી પ્રકૃતિના ગુણોનો ટેકો લઈ સીધા મને જ મળે છે, વચ્ચે રહેલા ભૂતલોક, પિતૃલોક કે દેવલોકની ઉપાસનાની એમને કંઈ જરૂ૨ ૨હેતી નથી. યજ્ઞોનો ભોકતા હું અને પ્રભુ પણ હું. વેદ પણ હું અને જ્ઞેય પણ હું. પછી એને બીજું શું બાકી રહ્યું ?”