________________
૬૨૦
ગીતા દર્શન કૌતેય ! તું જ ઈરછે, ન કરવા અવશેય તે; કરીશ તું જ બંધાયો, સ્વાભાવિક સ્વકર્મથી. ૬૦ (હે પાર્થ!) અહંકારને વશ થઈને “જો નહિ લડું' એમ તું માને તો એ તારી હઠ(અથવા યત્ન) મિથ્યા છે. કારણ કે (તારી) પ્રકૃતિ (સ્વભાવઘડતર જ એવું છે કે તે) તને (તે તરફ બળાત્કારે) જોડશે.
હે કૌતેય ! તું સ્વભાવજન્ય (તારા) સ્વકર્મથી (એવો) બંધાયો છે એટલે તું) જે (કાર્ય) મોહને વશ થઈ નથી કરવા ઈચ્છતો તે પરાણે કરીશ. (મતલબ કે તારે પરાણે કરવું પડશે.)
નોંધ : અહીં પ્રકૃતિ તને પ્રેરશે અને સ્વભાવ જન્ય સ્વકર્મથી તું બંધાયો છે તે બન્ને વાકયો એવું સૂચવે છે કે અર્જુન પૂર્ણ અહિંસાના સંસ્કારે ઘડાયો નથી, એટલે શસ્ત્રયુદ્ધ જ લડી શકે તેમ છે. અહિંસા કંઈ સંસ્કારઘડતર વિના આવતી નથી. યુગયુગની જન્મજન્મોની તાલીમ એને સારુ પ્રથમથી જ જોઈએ. પ્રાણ કંઠ સુકાય એવી તરસ લાગી હોય ત્યારે કૂવો ખોદવા બેસવું, એ મેળ ન મળે ! એટલે જો અર્જુન શસ્ત્ર સિવાય લડે તેમ નથી અને યુદ્ધ ખાળ્યું ખળે તેમ નથી, તો અહિંસાને કે દયાને ઓકે કાયરતા પોષવાનું તો કયો ખરો નેતા કહી શકે ? એટલે જ શ્રીકૃષ્ણચંદ્ર ઉપલી વાત કહી છે :
હવે બીજી વાત :
શ્રીકૃષ્ણચંદ્ર અગાઉ પણ કહ્યું છે કે પ્રકૃતિનાં કાર્યોમાં દેહધારી જીવે અહંકાર ન કરવો, છતાં અહંકારી દેહી અહંકાર કરે છે. સંસારીની એ તાજુબી છે. જોકે તેથી એનું વળતું તો કશું જ નથી- જેમ કોઈ બાવળ રોપીને અહંકારથી તે વૃક્ષમાંથી કેરી ખાવા ઈચ્છે, તે ગમે તેટલો શકિતઘર હોય તોય બાવળના ઝાડમાંથી કેરી-ફળ ચાખી શકતો નથી.
અર્જુન કદાચ જ જોડાય તો પણ યુદ્ધ એનું ટાળ્યું ટળે તેમ ન હતું. એવો શ્રીકૃષ્ણચંદ્રનો કથિતાશય છે, એ આપણે જોઈ ગયા છીએ. એટલે જ તેઓ કહે છે: "ન લએમ કહી એ માર્ગે કરેલો તારો પ્રયત્ન મિથ્યા છે.
શાથી મિથ્યા છે? એનો ખુલાસો કરતાં તેઓ કહે છે કે તારા સ્વભાવ પર હજુ તારો પૂરો કાબૂ કાયમ રહે, એવી તારી સ્થિર ઘડાયેલી ભૂમિકા નથી. એટલે આ મોહને લીધે આવેલો ઉછાળો શાંત થતાં જ(યુદ્ધ ચાલુ રહેશે, એટલે કોઈના કહ્યા વિના જ) પરાણે તું જોડાઈશ.