________________
४४८
ગીતા દર્શન
શ્રીકૃષ્ણ બોલ્યા : હંમાં મન પ્રવેશાવી, નિત્યયુકત ભજે મને;
પર શ્રદ્ધાભર્યા જેઓ, તે યુકતશ્રેષ્ઠ મેં ગયા. ૨ (જો શિષ્ય અર્જુન ! ખરી રીતે તો દરજ્જા પ્રમાણે ઉત્તમતાનો આધાર છે. પણ શિષ્યની અપેક્ષાએ તું અત્યારે પૂછી રહ્યો છે, એટલે મારે એ રીતે કહેવું જોઈએ કે) મારામાં મનનો સર્વ પ્રકારે પ્રવેશ કરાવીને જે નિત્યયુકત થઈ મને પરમ શ્રદ્ધાપૂર્વક સેવે છે, તે મારા મત પ્રમાણે યુકતશ્રેષ્ઠ (શ્રેષ્ઠયોગી) છે.
નોંધ : અહીં ગુરુ તરીકે શ્રીકૃષ્ણજી હતા, એટલે એમણે હું શબ્દ વાપર્યો છે. સાધક તે ગુરુને સ્થાને પોતાના શ્રદ્ધાપાત્ર “ગુરુ'ના શુદ્ધ સ્વરૂપને લઈ શકશે. અથવા અંતરાત્મા કે પ્રભુ લેવા હોય તો જેના ઉપર એવું આરોપણ કરી શકે એવો કોઈ પણ પદાર્થ લઈ શકશે. શરત એટલી જ કે લક્ષ્યમાં તો ચૈતન્ય સ્વરૂપ હોવું જોઈએ. મન તો ચૈતન્યમાં જ રહેવું જોઈએ, જડમાં નહિ. વળી કાયમ તે અભ્યાસ પાડવો જોઈએ. દંભ કે બળાત્કારથી અથવા ડોળથી થોડો વખત તેમ કરે તેથી કશું વળે નહિ. એને શ્રદ્ધા પરમ હોવી જોઈએ. પરમ શ્રદ્ધા તથા લોકેષણા, વિરૈષણા અને પુત્રષણાની આસકિત, એ બેયનો મેળ કદી જ ન મળે. એટલે આસકિતનો થર પહેલે ઓછો કર્યે જ છૂટકો. આવા યુકતયોગીઓ શ્રેષ્ઠ હોય જ એમાં શી નવાઈ !
હવે સવાલ થયો, કે ત્યારે શું કેવળ નિરાકારનું ધ્યાન ધરનાર ઉત્તમ નહિ ! તેઓ ઉત્તમ તો છે જ, અને તેઓ પણ આત્મપ્રાપ્તિ કરે જ છે. તેમાં જરાય શંકા નથી, એ શ્રીકૃષ્ણગુરુ પોતે જ કહે છે :
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।। सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ।। ३|| सन्नियम्येन्द्रियग्रामं सर्वत्रसमबुद्धयः । ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ।। ४ ।। વળી અવાચ્ય, અવ્યકત, સર્વગામી, અચિંત્ય ને ધ્રુવ, અચલ, ફૂટસ્થ બ્રહ્મને જે ઉપાસતા; 3 નિરોધી ઈન્દ્રિયો સર્વે, સમબુદ્ધિ સ થ છે; સર્વભૂતહિતે રાચ્યા, મને તે સર્વ પામતા. ૪