________________
અધ્યાય બારમો
૪૪૭.
द्वादशोऽध्यायः અધ્યાય ૧૨ મો
अर्जुन उवाच । एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते । ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ।।१।।
અર્જુન બોલ્યા : સતતયુકત જે એમ, ધ્યાવે તને; અને બીજા; જે બાવે (ચિંતવે) બ્રહ્મ અવ્યકત, તે બેમાં યુકત શ્રેષ્ઠ કો? ૧ (ભલા ગુરુદેવ ! નિરંતર તે ગયા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું તેમ) તને જ સર્વસ્વ માનનાર, તારા ખાતર જ કર્મ કરનાર, નિઃસંગી, અને પ્રાણીમાત્રના અવૈરી હિતેચ્છુ બની તારી ભકિત કરનાર) એમ જે ભકતો તને ઉપાસે છે, તે અને (બીજા) વળી જેઓ અવ્યકત-અક્ષર એટલે કે અવ્યકત એવા અવિનાશી (નિર્ગુણ) બ્રહ્મનું ધ્યાન ધરે છે, તે બે પૈકી (જો કે બન્ને યુકતયોગી તો છે જ, પણ તે બેઉમાં) ક્યો વર્ગ ચડી જાય?
નોંધ : વૈદિક પરિભાષામાં કહીએ તો નિર્ગુણ ઉપાસના ચડે કે સગુણ ઉપાસના ચડે? એ જાતનો અર્જુનનો સવાલ છે. અને જૈન પરિભાષા પ્રમાણે કહીએ તો સિદ્ધોની ઉપાસના સારી કે અરિહંતની? એ જાતનો એ સવાલ છે. જૈનસૂત્રકારોએ એના ખુલાસામાં જેમ અરિહંતપદ મૂકયું છે, તેમ ગીતાકાર પણ શ્રીકૃષ્ણપદ મૂકશે. જૈનસુત્રોના તે આવતી ચોવીસીના તીર્થકર જ છે. આજે એ અર્જુનના હૃદયસ્વામી ગુરદેવ છે. તીર્થકરના અભાવમાં સદ્ગુરુ અગર વીતરાગલક્ષી ધર્મ પણ પ્રેરણાજનક છે જ, એમ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું દશમું અધ્યયન બોલે છે.
પણ અરિહંત તો દેહધારી છે, અને સિદ્ધ તો નિરંજન નિરાકાર છે. તો પછી ખરી રીતે તો તે પદ ઊંચું ગણાય. એ શંકા થશે ! સમાધાન સ્પષ્ટ છે. ઉપાસ્યની કોટિમાં એ બેશક ઊંચું છે, પણ ઉપાસકની દ્રષ્ટિમાં પ્રથમ ક્યું બંધબેસતું તે જ અહીં જોવાનું છે. એ દષ્ટિએ જ વીકૃષણગુરુ કહે છે :
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते । श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः || २||