________________
અધ્યાય બારમો
૪૪૯
(હે પરંતપ ! ) અવાચ્ય, અવ્યકત, સર્વગામી, અચિંત્ય કૂટસ્થ (એટલે કે સર્વોપરિ અથવા પોતાના સ્વભાવથી શ્રુત નહિ થનાર-મતલબ કે માયા સાથે રહેવા છતાં બ્રહ્મ પોતાના સ્વભાવથી ચલિત થતું નથી, માટે તે ફૂટસ્થ કહેવાય છે.) અચલ અને ધ્રુવ એવા અક્ષર-(બ્રહ્મ)ને જેઓ ઈન્દ્રિયસમૂહને વશ રાખી સર્વ સ્થળે સમાન બુદ્ધિથી વર્તે, સર્વ ભૂતના હિતમાં રાચ્યાથકા ઉપાસે છે, તે પણ મને (અંતરાત્માને) જ પામે છે. (એમાં જરાય તું શંકા લાવીશ નહિ.)
નોંધ : શ્રીકૃષ્ણમુખ દ્વારા અહીં બ્રહ્મ અગર નિરાકાર આત્માનાં જે જે વિશેષણો વપરાયાં છે તે એકેએક અર્થપૂર્ણ છે.
આત્મા” આવો કે તેવો એમ એનો ઉલ્લેખ કરી શકાતો નથી, માટે તે અનિર્દેશ્ય છે. એ રૂપી નથી. તેથી વ્યકત ન થઈ શકતો હોઈને અવ્યક્ત છે. કોઈ સ્થળ એવું નથી કે જ્યાં જ્ઞાનની ગતિ ન હોય. માટે જ્ઞાનની અપેક્ષાએ તે સર્વ સ્થળે વ્યાપક એટલે કે સર્વગામી છે.
ચિંતવવા લાયક વસ્તુ માત્રથી નિરાળો હોઈ અચિંત્ય છે. કદી કોઈ સંયોગોમાં સ્વરૂપભ્રષ્ટ થતો નથી. એરણ પર લોખંડ રાખી હથોડા મારતાં એરણ તો એમ જ રહે છે, તેમ આત્મા કર્મસંગે પણ એમ જ રહે છે. માટે તે સ્વરૂપદષ્ટિએ કૂટસ્થ છે. જો કે આકાશ પણ કૂટસ્થ છે, છતાં તેમાં જ્ઞાન નથી. જ્યારે આત્મા તો જ્ઞાની છે, માટે જ્ઞાનમાં આવરણ આવવાથી ગતિમાન અને સ્થિતિમાન થતો ભાસે છે. એટલે આગળવધતાં કહે છે, કે મૂળે તે અચલ છે. છતાં માત્ર એનું નિષેધાત્મક જ સ્વરૂપ નથી. જેમ કે, એ ચલિત નહિ, એટલે કે સ્થિર પણ છે. માટે ધ્રુવ વિશેષણ મૂક્યું છે. અક્ષર એટલે અવિનાશી તો તે છે જ.
આમ આ બધાં વિશેષણોથી બ્રહ્મ” અગર આત્માની ચર્ચા શબ્દદ્વારા કરી. પણ આત્માર્થીને માત્ર શબ્દ કશું જ ન વળે. એણે આત્માને અચલ કહીને ઈન્દ્રિયચલિત બનવું ન પાલવે. એટલે અંતરંગ અને બહિરંગ બન્ને પ્રકારનો કડક સંયમ જોઈએ. એ સર્વવ્યાપી બોલીને સ્વાર્થસાધુ બની જાય તો એની આત્મસાધના લાજે ! આત્મભાવે સૌ સ્થળે સમબુદ્ધિ રાખીને, એટલે કે દેશ, વર્ણ, જાતિ, વર્ગ, લિંગ કે કોટિના સ્થૂળભેદને જરાય મહત્ત્વ આપ્યા વગર એણે પ્રાણીમાત્રના હિતમાં રાચેલા રહેવું જોઈએ. જે આત્મહિત સાથે પરણિત જોડાય કે જોડાતું ન દેખાય, તે આત્મહિત પોલવાળું છે. અને જે પરહિત સાથે આત્મશુદ્ધિ નસાધેલી કે સધાતી દેખાય તે પરહિત ઠગારું એમ સમજી પળેપળે પોતપોતાને