________________
૪૫૦
ગીતા દર્શન
ક્ષેત્રે સૌએ સાવધાન રહેવું જોઈએ.
હવે અર્જુનને સવાલ એ થયો, કે જો નિરાકાર બ્રહ્મની ઉપાસના પણ આત્મપ્રાપ્તિદાયક છે, તો મને શ્રીકૃષ્ણગુરુ પોતામાં-સગુરુરૂપ સગુણ બ્રહ્મમાં શા સારુ સમર્પણનું કહે છે ? પણ એ સવાલ રજૂ કરે તે પહેલાં તો મનોવિજ્ઞાની શ્રીકૃષ્ણગુરુ બધું જાણી ગયા. એટલે એમણે જ કહ્યું:
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहवहिरवाप्यते ॥५॥ અવ્યકતે ચિત્ત ચોંટયાં છે, તેમને શ્રમ છે વધુ;
અવ્યકત ગતિ દુઃખે જ પમાય દેહધારીથી. ૫ (ભકત પાર્થ !) જેઓનું ચિત્ત અવ્યકતમાં ચોટયું છે, તેમને શ્રમ ઘણો વધુ પડે છે. કારણ કે અવ્યકત બ્રહ્મનું જ્ઞાન દેહધારી બહુ મુશ્કેલીથી પામી શકે છે.
નોંધ : જ્ઞાનેશ્વર મહારાજ પોતાની ટીકામાં યોગાદિ માર્ગની કઠિનતા વર્ણવતાં લખે છે : તે "ઈડા અને પિંગલા નાડીનું ઐકય કરી, અનુપત (અનાહત) ધ્વનિની ગર્જના કરી, જીવનકળાના તળાવ પર્યત જઈ પહોંચે છે. પછી સુષુમણા નાડીના મધ્યવિવર (ખાલી ભાગ)માંના કોરેલા દાદર પરથી ઉપર ચઢી મસ્તકમાંના બ્રહ્મરંધ્ર પર્યત પહોંચી જાય છે, ત્યાર પછી મકારની કઠિન નિસરણી પર ચઢી, માયાને દબાવી બ્રહ્મને જઈ મળે છે.” યોગીમાત્રનો આવો જ મત છે.
જૈનાચાર્યો પણ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ કરતાં રૂપાતીતનો ક્રમ છેલ્લો મૂકી, સીડી બતાવી એ જ સિદ્ધ કરે છે. એ જૈનાચાર્યોએ જેમની સાખ લઈ જીવન ધન્ય બનાવ્યું, તેવાં જૈન સુત્રોએ તો ધર્મ અને શુકલ બન્નેમાં પ્રથમ સ્થાને ધર્મધ્યાન જ મૂકયું છે.
દેહધારી મનુષ્ય ગમે તેટલી ઉચ્ચ કલ્પના કરે છતાં એ મૂર્ત જ હોવાની! એટલે જે તદ્દન નિર્વિકલ્પ ધ્યાનનો અભ્યાસ કરે છે. તે જ સાધનન્દષ્ટિએ પણ અવ્યકત બ્રહ્મોપાસક ગણી શકાય. બાકીના ઉપાસકો સાધનદષ્ટિએ તો વ્યકિતના ઉપાસકો જ ગણાય ! પછી જોઈએ તો શાસ્ત્ર, સદ્દગુરુ અગર બીજી કોઈ વ્યકિત કે વસ્તુ ભલે એની સામે હોય કે ન હોય ! પણ અહીં એક બાબત ખાસ અગત્યની કહેવાની રહી જાય છે. તે એક સાધ્ય તો ચૈતન્ય જ હોવું જોઈએ. તે તો નિરાકારજ હોય ! ગીતાના શબ્દોમાં ભકત અને ભગવાન ભિન્ન જ નથી. અને જૈન દિગંબર