________________
અધ્યાય બારમો
૪૫૧
જૈનાચાર્ય શ્રી શુભચંદ્રાચાર્યના શબ્દોમાં કહીએ તો ત્યાં "ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી' એકરસ જ છે. આટલું સમજનાર કે સમજવાની જિજ્ઞાસા રાખનાર પોતે મૂર્તિપૂજક સંપ્રદાયનો કહેવડાવતો હોય કે અમૂર્તિપૂજક સંપ્રદાયનો કહેવડાવતો હોય, પરંતુ તે કદાગ્રહમાં તો નહિ જ પડે! સાધનાગ્રહ છે ત્યાં જ કદાગ્રહ અને ઝઘડા છે. જ્યાં સાધ્યાગ્રહ આવ્યો કે બધું શાંત.
શ્રીકૃષણગુરુ આગળ વધીને પણ એ જ કહે છે કે આત્મલક્ષ્ય ન ચુકાય તો વ્યકતની ઉપાસના કરવા છતાંય કયાંય હરકત જેવું નથી. ઊલટી એ સાધના સહેલી પડે છે. એની રીતો પણ તેઓ બહુ સુંદર રીતે બતાવે છે.
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः । अनन्येनैव योगेन मां घ्यायन्त उपासते ॥६॥ तेषामहं सुमुधर्ता मृत्युसंसारसागरात् । भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् ।। ७ ।। मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय । निवसिष्यसि मय्येव अत ऊध्वं न संशयः ॥ ८ ॥ માટે જે સર્વ કર્મોને અર્પી હુંમાં પરાયણ; ચિંતવતાં મને સેવે ખરા અનન્યયોગથી. ૬ પરોવ્યું ચિત્ત મારામાં જેમણે પાર્થ ! તેમનો; ઉદ્ધારક થઉં શીધ્ર મૃત્યુસંસાર સિંધુથી. ૭ પરોવ બુદ્ધિ મારામાં, રાખ મારા વિષે મન;
એટલે આ (જન્મ) પછી નિશ્ચય હું વિષે જ વસીશ તું. ૮ માટે જ તમે અગાઉ જે વાત કહી તે પ્રમાણે ફરી કહું છું, કે) જેઓ સર્વ કર્મોને મારા પર છોડીને મારામાં પરાયણ રહીને (એટલે કે આત્મલક્ષી પ્રવૃત્તિ કરતા થકા, અને ગુરુસેવી છતાં આત્મલીન રહેતા થકા, તથા) મને અનન્યયોગથી જ ચિંતવતા થકા ઉપાસે છે, તેમનો આ મૃત્યુવાળા સંસારસાગરથી ઝટ ઉદ્ધારક થાઉ છે. કારણ કે હે પાર્થ! તેઓએ મારામાં જ ચિત્ત પરોવી દીધેલાં હોય છે. (માટે તને પણ કહું છું કે,) તું બુદ્ધિ મારામાં પરોવી દે, મનને મારામાં સ્થિર કરી દે, એટલે આ (જન્મ) પછી તું પણ નિચ્ચે મારામાં જ નિવાસ પામીશ.