________________
૪૫૨
ગીતા દર્શન
નોંધ : ખરી રીતે તો ઉદ્ધારક પોતાનો આત્મા જ છે, છતાં સદ્દગુરુ સચ્છાસ્ત્ર આદિ નિમિત્તરૂપ બને છે. સરસમર્પણનો માર્ગ પણ કેટલો અઘરો છે, તે ઉપલા આઠમા શ્લોક પરથી સમજાઈ રહેશે. છતાં અર્જુન જેવા વિકસિત હૃદયવાળા વીરને એ સહેલો છે.
અવ્યકતના ઉપાસકને સર્વત્ર આત્મા છે એવી કલ્પના કરી પ્રત્યેક સ્થળે જાગૃત રહેવું પડે છે. વ્યકિતના ઉપાસકે કોઈ એક વ્યકિત કે વસ્તુમાં એ જગત તથા આત્માને કેન્દ્રિત કરેલા હોઈ, સર્વ કંઈ એને જ સમર્પણ કરી દેવાનું હોવાથી જાગૃતિ સ્વાભાવિક રહે છે. વેદાંતસંપ્રદાયો કે જ્ઞાનવાચી સંપ્રદાયોમાં જ્યાં નીરસ અને જડ પ્રવાદ, વાદવિવાદ, હૃદયશૂન્યતા અને અકર્મય દેખાતા હોય ત્યાં જાગૃતિ કાયમ ન રહેવાથી આમ બન્યું હોય છે. યોગીઓ હઠ પાછળ ચડી જાય છે. કે સિદ્ધિઓમાં લોભાઈ જાય છે, એનું કારણ પણ એ જ છે. ભકિતસંપ્રદાયોમાં વિલાસ કે પતન દેખાતું હોય તો એનું કારણ અપકવ દશામાં ભકિત જિરવાતી નથી તે છે. આથી જ જૈનસૂત્રોમાં વ્યકિતના ગુણની ઉપાસના ઉપર બહુ ભાર અપાયો છે. ઉપાસકને ત્યાં લગી કહ્યું છે કે "તારા : સગુરુની આજ્ઞા એ જ તારે માટે ધર્મ, એ જ તારે સારુ તપ અને એ જ સર્વ ક્રિયા.” એ જ રીતે વળી સદગુરુ પણ શિષ્યને મુંડી નાખવાથી સદ્દગુરુ થવાતું નથી, પણ સત્યની અખંડ સિદ્ધિ દ્વારા સદ્દગુરુ પદ પમાય છે.” એમ સદ્ગુરુપદની જવાબદારી સમજાવી ઉપાસ્યને પણ ખૂબ ચેતવવામાં આવ્યા છે.
"અરિહંતનું શરણું પપાસું છું, પણ તેઓ સિદ્ધ થવાના કામી છે માટે અરિહંત કે સિદ્ધપદ પામ્યા નથી છતાં એ માર્ગે જેઓ છે તે સકળ સાધુનું શરણું પર્યાપાસું છું. વીતરાગે પ્રરૂપેલા સત્યધર્મનું શરણું પર્યાપાસું છું.” આ પ્રત્યેક સત્યાર્થી જૈનોનો મહામંગળમંત્ર હોય છે.
अथ चित्त समाधातुं न शक्नोषि मयि स्थिरम् । अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥९॥ अभ्यासेडप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्यसि ।। १० ।। अथैतदप्यशक्तोऽसि कर्तुं मदद्योगमाश्रितः । सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ।।११।।