________________
અધ્યાયબારમો
૪૫૩
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते । ध्यानात् कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ।। १२ ।। જો હંમાં ચિત્ત ના સ્થિર, રાખી શકે ધનંજ્ય ! તો પછી પામવા ઈચ્છ, મને અભ્યાસયોગથી. ૯ જો છો અશકત અભ્યાસે, તો મુજ કર્મનિષ્ઠ થા મારે અર્થે જ કર્મો તું, કરતાં સિદ્ધિ પામીશ. ૧૦ એય જો ના બને તો, તું રહીને મુજ યોગમાં; દે સૌ કર્મફળો ત્યાગી, સંયમી આત્મવંત વૈ. ૧ ૧ જ્ઞાન અભ્યાસથી સારું, શાનથી ધ્યાનષ્ઠિ, ધ્યાનથી
સારો કર્મફળત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર. ૧૨ હે ધનંજય ! તું જો મારામાં (હું અગાઉ કહી ગયો તેમ) ચિત્ત સ્થિર ન રાખી શકે તો અભ્યાસયોગ દ્વારા મને પામવાની ઈચ્છા રાખ. (અભ્યાસ અને વૈરાગ્યના યોગે પણ ચિત્તચંચળતા ઘટે છે, એટલે અભ્યાસમાર્ગ એ પણ એક માર્ગ છે.) એ અભ્યાસમાં તું અસમર્થ હો, તો મારા કાજે જ કર્મ કરનાર થઈ જા. (એમ) મારે માટે જ કર્મ કરતો થકો તું સિદ્ધિ પામી શકીશ. એ પણ જો ન બને તો મારા યોગમાં રહ્યો થકો સંયમી આત્મવંત થઈ સર્વે કર્મફળનો ત્યાગ કર.
(ખરે જ કહું છું, પાર્થ !) અભ્યાસ કરતાં જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન અને ધ્યાનથી કર્મફળત્યાગ એમ ઉત્તરોત્તર ચડિયાતાં છે; કારણ કે કર્મફળ–ત્યાગથી સત્વર શાંતિ જ મળે છે.
નોંધ : જે વસ્તુ જેટલી ચડિયાતી, તેટલું તેનું મૂલ્ય પણ વધુ જ આપવું પડે. એ રીતે જોતાં અભ્યાસથી જ્ઞાન ચડિયાતું છે એનો અર્થ એ કે અભ્યાસ-એટલે કે ચિત્તવૃત્તિના નિરોધ-વિના આવેલું જ્ઞાન સાચું જ્ઞાન જ નથી હોતું, અને જ્ઞાન વિનાનું ધ્યાન તો ઊલટા વિકલ્પો વધારનાર જ બને. એટલે જ્ઞાન પછી આવેલું ધ્યાન જ ઉચ્ચ કક્ષાનું ધ્યાન ગણાય; એને પરિણામે કર્મફળનો ત્યાગ થાય છે, કારણ કે આસકિત વિનાની અપ્રમત્ત દશા ત્યાં સહજ સ્વાભાવિક હોય તે દશામાં અશાંતિ કેવી?
જૈનસૂત્રોમાં પણ આ જ ક્રમ આપ્યો છે. માત્ર નામમાં પરિભાષા-ભેદ ભેદ છે. (૧) મનુષ્યતા, (૨) માર્થાનુસારીપણું, સદાચારીપણું, (૩) આત્મજ્ઞાન, (૪) આત્મવિજ્ઞાન, (૫) અપ્રમત્ત દશા, (૬) અપ્રતિબદ્ધભાવે વિદેહી દશાનો વિહાર.