________________
૪૫૪
ગીતા દર્શન
પરમભકતની સર્વસમર્પણ અથવા અહંકારવિલોપન એ કેટલી મોંઘી ભૂમિકા છે, તે આ પરથી સમજાશે. એટલે આમાં અસમર્થ હો તો આ કર, આ ન કરી શકે તો આ કર, એ તો માત્ર શ્રીકૃષ્ણગુરુએ અર્જુન શિષ્યને વૈવિધ્ય બતાવવા માટે કહેલું છે.
આત્મામાં મન અને બુદ્ધિને પરોવી દેવાં કે ચિત્તને એમાં રોકી દેવું અથવા ગુરુમાં એ સમર્પી દેવું, એ મહાસમર્થ સાધકથી જ બને તેવું છે. એટલે સાધક એ વાતને સામાન્ય ન ગણી કાઢે. પરંતુ અર્જુનને યોગમાં પ્રેરવો હતો. અને તે એના પક્ષે શ્રેયનું કારણ હતું. એટલે જ આ કર્મફળત્યાગનો ઝોક અપાયો છે. અર્જુન જેવા હૃદયપ્રધાન સાધકો માટે એ માર્ગ સહેલો પણ છે જ.
વળી પ્રકારમંતરે વાચક આમ સમજે તો પણ હરકત નથી; અભ્યાસ એટલે વ્યકતને અનુલક્ષીને કરેલી ઉપાસના, જ્ઞાન એટલે અવ્યકતને અનુલક્ષીને કરેલી યૌગિક ઉપાસના. ધ્યાન એટલે ગુરુ અગર પુરુષરૂપ વ્યકતમાં રહેલા ચૈતન્યની જ ઉપાસના.
આ બધાનું પરિણામ તે કર્મફળનો ત્યાગ અને એનું અંતિમ પરિણામ તે શાંત દશા.
હવે ભકતો કેવા હોય? તે સંબંધમાં શ્રીકૃષ્ણગુરુ અર્જુનને સમજાવે છે. એ પરથી ઉપલી વાતની સુંદર ઘડ આપોઆપ બેસશે.
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ।। १३ ।। संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः || १४ || અષી સર્વ ભૂતોનો, ભેરુ ને કરુણાળુ જ; મમ અહંત્વથી છેટો, સમી દુઃખે સુખે સમ. ૧૩ સતત યોગી સંતોષી, સંયમી દઢનિશ્ચયી;
અપ્યાં મનમતિ જેણે, મને તે ભકત છે પ્રિય. ૧૪ (હવે તને એ ભાગ્યે જ કહેવાની જરૂર છે કે માત્ર મોંઢે મારું નામ તો બોલ્યા કરે, પણ હું રૂપ આત્મા જે સૌ ભૂતોમાં વસી રહ્યો છું એ ભૂતોને તિરસ્કારે, તો તે કાંઈ મારો ભકત ન ગણાય. મારો ભકત અને મને પ્રિય તો નીચેના ગુણવાળો છે.