________________
અધ્યાય બારમો
સાંભળ, તે તને કહું છું :-) કોઈ પણ પ્રાણીનો દ્વેષી ન હોય, (કેટલાક કહે છે કે અમે કોઈના દ્વેષી નથી, પણ જો તેઓ અતડા રહેતા હોય, ભાંગ્યાના ભેરુ- સાથી ન થઈ શકતા હોય, તો તેમનું અદ્વૈષપણું પોલું છે. માટે અદ્વેષી હોવા ઉપરાંત) મિત્રતાવાળો હોય (અને તે ) કરુણાવાન તો હોય જ.
૪૫૫
(આવા ગુણો મમતા અને અહંતાના ધમંડ આગળ ન ટકે, એટલે તે અહંકાર અને મમત્વથી વેગળો રહે છે માટે) નિર્મમત્વી, નિરહંકારી, (તેમ જ) દુઃખ અને સુખમાં સમાન ભાવે રહેનાર (માટે જ) ક્ષમાવાન (ખરી ક્ષમા તેનું જ નામ કે જે મુશ્કેલી દેનાર નિમિત્તો સામે ન થાય, પણ મુશ્કેલીઓનો સામનો જરૂર કરે, બીકણ થઈને ભાગે તો નહિ જ ! અને બીજાના દોષો ન જોતાં, ગુણ જ જુએ. તેમ જ પોતાના ઝીણામાં ઝીણા દોષ સામે તકેદારીથી જોઈ એને દૂર કરે), સંતોષી (સંતોષ ન હોય તો આ બધા ગુણો ન જ આવે, માટે આ રીતે) સતત યોગી (યોગયુકત બની) પોતાના આત્માને સંયમમાં રાખનાર અને મારામાં મન અને બુદ્ધિ અર્પનાર એવો મારો ભક્ત તે મને વહાલો છે.
નોંધ : ભકતના એકેએક ગુણ તોળી તોળીને મૂકયા છે. એમાંથી એક પણ બાદ કરી શકાય તેમ નથી. વળી એ બધા ગુણોનો પરસ્પર ભારે સંબંધ છે, જે આપણે ઉપર જોઈ ગયા છીએ જ.
હવે સવાલ એ થયો, માનો કે મન, બુદ્ધિ, આત્મામાં કે ગુરુમાં ન સમર્પી શકે છતાં પ્રભુપ્રિય રહેવું કે થવું હોય તો કોઈ બીજો રસ્તો ખરો ? શ્રીકૃષ્ણગુરુ એનો જવાબ ‘કાર'માં વાળીને કહે છે :
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः I हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च મે પ્રિયઃ || ૧૧ || જેથી લોક ન ઉદ્વેગી, ઉદ્વેગી લોકથી ન જે; હર્ષ-ખેદ –ભય-ક્રોધે, છૂટયો જે તે મને પ્રિય. ૧૫
(અર્જુન ! ભલે ગમે તે જાતનો સાધક હોય પણ નીચેના ગુણો હોય તો બસ પત્યું, સાંભળ. તે મુખ્ય ગુણો આ છે :-) જેનાથી લોક ઉદ્વેગ ન પામે, અને જે (પોતે) લોકથી ઉદ્વેગ ન પામે. (મતલબ કે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી છૂટયો તે પણ મને વહાલો છે.
નોંધ : 'આણે મને આમ કહ્યું (કર્યુ), આણે મને તેમ કર્યું' એમ માની બીજા