________________
૪૫૬
ગીતા દર્શન
પ્રત્યે હર્ષ, ખેદ ધરાવનારા ક્રોધ કે ઈર્ષ્યાથી કાં તો બીજાને ઉગ કરે અને કાં તો બીજાનો ભય રાખી બીજાથી ઉગ પામે. આ દશા નથી આત્મકલ્યાણ સાધતી કે નથી જગકલ્યાણ ! જ્યારે એ પતનદશાથી મુક્ત રહેનાર આત્મકલ્યાણ પણ સાધે છે. અને જગકલ્યાણ પણ એના નિમિત્તે થાય છે જ. એટલે એ ગુરુમાં સમર્પિત મનબુદ્ધિવંત ભકત મનાતો હોય કે ન મનાતો હોય; ધ્યાની, જ્ઞાની કે અભ્યાસી કહેવડાવતો હોય કે ન કહેવડાવતો હોય; કર્મફળત્યાગી ગણાતો હોય કે ન ગણાતો હોય તો ય શું થયું ? રોટલા મળ્યા પછી ટપટપ સાથે શું કામ?
વળી ભકતનાં બીજાં પ્રકારાંતરે લક્ષણો પણ શ્રીકૃષ્ણગુરુજી કહીને અનેક માર્ગોનાં દારોની ચાવી આપી દે છે, કે જેથી સાધક પોતાની પ્રકૃતિને અનુકૂળ ગમે તે તારની ચાવી લઈને દરવાજો ખોલી પ્રભુધામમાં પહોંચી શકે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः । सरिंभपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ।। १६|| વ્યથાહીન, ઉદાસીન, પવિત્ર, દક્ષ, નિસ્પૃહી;
જે સી આરંભ ત્યાગે તે, મારો ભકત મને પ્રિય. ૧૬ નિરપેક્ષ (કોઈની અપેક્ષા ન કરનાર નિઃસ્પૃહી) પવિત્ર, દક્ષ (સાવધાન અથવા કાર્યચતુર), ઉદાસીન (સંસારના સર્વ ભાવોમાં તટસ્થ), વ્યથારહિત અને સર્વ આરંભ, (આરંભ એટલે “હું” આ કરીશ”, “મેં આ કર્યું” ને મેં તે કર્યું એવા અહંકારમિશ્ર વિકલ્પો, તે) નો પરિત્યાગ કરનાર જે મારો ભક્ત છે, તે મને પ્રિય
નોધ : આરંભ શબ્દ જૈનસૂત્રોમાં વારંવાર વપરાયો છે, અને એનો અર્થપાપકારી વ્યાપાર અથવા કર્મબંધનનું પ્રબળ કારણ કર્યો છે.
આરંભનો પરિત્યાગ કરનાર ક્રિયાને બળાત્કારે છોડતો નથી, પણ ક્રિયાની પાછળના બંધનને પ્રથમથી જ એવું ઢીલું પાડી નાખે છે કે-જેમ અગાઉ કહી ગયા તેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી લીધા પછી તે છંછેડાય તો ય તેનો દંશ ઘાતક નીવડતો નથી તેમ - તેવું કર્મ તેને બંધનથી બાંધતું નથી.
જેઓ કર્મયોગ'ની તરફેણમાં છે, તે બધાની શ્રીકૃષ્ણગુરુ પોતાના ભક્તસમુદાયમાં ગણતરી કરે છે, અને તેમને વહાલા ગણે છે, કારણ કે કર્મફળ ત્યાગ અને કર્મયોગ એ ગીતાનો મુખ્ય વિષય છે. એટલે રખે સર્વોરંભપરિત્યાગીનો અર્થ પ્રવૃત્તિમાત્રનો ત્યાગ એમ અર્જુન સમજી બેસે માટે પુનરુકિત