________________
૫૧૪
ગીતા દર્શન
ક્ષર-અક્ષર આ બે જ, પુરુષો લોકને વિષે; ક્ષર કહ્યાં સહુ ભૂતો, કહ્યો કૂટસ્થ અક્ષ૨. ૧૬ શ્રેષ્ઠ પુરૂષ તો અન્ય, પરમાત્મા ગણાય છે; પોષે ત્રિલોકમાં પેસી, ઈશ્વર અવ્યયી ખરે.૧૭ ક્ષરથી પર હું માટે, અક્ષરથી ય ઉત્તમ;
એથી લોકે તથા વેદ, ખ્યાત છું પુરુષોત્તમ. ૧૮ (ભારત ! પુરુષને સાંપ્યપરિભાષામાં એક જ કહ્યો છે, પરંતુ હું અગાઉ જે બે પ્રકારની પરા-અપરાપ્રકૃતિ કહી ગયો છું તે પણ આતમાના અખંડ સંબંધને લીધે એ સ્વરૂપને પુરુષ પણ કહી શકાય. એટલે એ દ્રષ્ટિએ) લોકમાં ક્ષર અને અક્ષર નિરો એ બે પુરુષો છે. તે પૈકી ક્ષર સ્વરૂપવાળાં સૌ ભૂતો છે અને (તેમાં સ્થિર રહેલો) કૂટસ્થ એવો જે અંતર્યામી તે અક્ષર છે. (આ રીતે નાશવંત અને અવિનાશી એવી બે વસ્તુમાં લોકસ્વરૂપનો સમાવેશ થાય છે.)
ઉત્તમ પુરુષ તો એથી પણ અન્ય (એટલે ત્રીજો) છે, તે પરમાત્મા નામે ઓળખાય છે, કે જે અવિનાશી ઈશ્વર, આ ત્રણે લોકમાં પ્રવેશીને તેમને પોષે છે.
હું ક્ષરથી અતીત (પેલે પાર) છું, અને અક્ષરથી પણ ઉત્તમ છું. એથી જ લોકમાં અને વેદમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું.
નોંધ : દેહધારીમાં રહેલો જીવરૂપી ઈશ્વર જ કર્મને લીધે હલકી ઊંચી યોનિમાં જાય છે. પરમાત્મા સૃષ્ટિકર્તા નથી, કર્મનો કર્તા પણ નથી, અને કર્મનો ન્યાયદાતા પણ નથી. છતાં એનું તેજ તો ત્રણે લોકમાં છે જ. કારણ કે જીવરૂપી ઈશ્વર એ પરમાત્માનો જ અવિભાજ્ય સનાતન અંશ છે.
શ્રીકૃષ્ણચંદ્રગુરુએ પોતાને ખાસ બે ઠેકાણે અહં' વાપર્યો છે, એટલે ત્યાં એક ઠેકાણે નિર્લેપ છતાં દેહધારીમાં બેઠેલો આત્મા લેવો અને આવે ઠેકાણે એમણે સદેહે જ્ઞાનદષ્ટિથી જે પરમાત્માસ્વરૂપ નિહાળ્યું છે, તે જ લેવું. કારણ કે તેમણે છેલ્લા શ્લોકમાં કહ્યું છે કે હું ક્ષરથી પર છું, અને અક્ષરથી પણ ઉત્તમ છું. અને લોકમાં તથા વેદમાં જેને પુરુષોત્તમ એવી નામસંજ્ઞાથી સંબોધવામાં આવે છે તે હું છું.” અર્જુનને આ રીતે પ્રેરણા પાઈને હવે ઉપસંહાર કરતાં શ્રીકૃષ્ણચંદ્ર કહે છે:
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् । स सर्वविद्भजति मां सर्वभावेन भारत ।।१९।।