________________
અધ્યાય પંદરમો
૫૧૩
ઓસડરૂપ વનસ્પતિનો આહાર લેવો તે) ખાનાર મનુષ્યનું પોષણ પણ થયું જ, એટલે એ રીતે ભૂતભર્તા કે મનુષ્યભર્તા વિશેષણ પણ આત્માને લાગુ પડી શકે છે, અને ભૂતસર્જક વિશેષણ પણ લાગુ પડે છે.
આગળ વધતાં કહે છે, કે "પ્રાણી શરીરમાં રહેલો અને પ્રાણ અને અપાન (જેનાથી જીવન મળે તે શ્વાસ વાયુને પ્રાણ કહેવાય છે, અને ગુદા વાટે નીકળતા વાયુને અપાન કહેવાય તે બન્ને)થી જોડાયેલો હું જઠરાગ્નિ થઈને ચાર પ્રકારનાં અન્ન પકાવું છું.” આ રીતે એ તેજ શરીરની અંદર પણ કામ કરે છે. ચંદ્રસૂર્ય પ્રકાશના પ્રમાણમાં જઠરાગ્નિમાં પણ તેજીમંદી આવે છે, એવો નિષ્ણાત વૈદ્યોનો મત છે. આ રીતે પ્રકાશદ્વારા બધું કામ ચાલે છે, તે ખરું જ છે.
વળી આહાર લીધા પછી અને પાચન થયા પછી પણ લોહી થાય છે, તેની શુદ્ધિમાં પણ પ્રકાશની જરૂર પડે છે. લોહીની શુદ્ધિ થાય છે, ત્યાં પણ આત્મપ્રકાશ ઝળહળે છે. પછી એ શુદ્ધ લોહી મગજમાં જાય છે તેથી સ્મૃતિ, જ્ઞાન, સમાધાન આદિ બુદ્ધિ, મન અને ચિત્તના કાર્યોમાં પણ આત્મપ્રકાશ સાથે જ હોય છે. આપણે અગાઉ કહી જ ચૂક્યા છીએ કે હૃદય અને મસ્તક એ બે ભાગ મહત્ત્વના છે. કારણ કે ત્યાં આત્મતેજ વેગવંત રીતે રહે છે. વેદોથી જોય પણ તે, વેદવત્તા પણ તે. એટલે વેદવિદ્યા કરતાં આત્મવિદ્યા શ્રેષ્ઠ છે. એમ અધ્યાત્મવિદ્યા વિદ્યાનાન' એ વાકય પર મહોરછાપ લગાવીને વેદાંત (એટલે વેદોનો તત્ત્વજ્ઞાનનો વિષય રસપૂર્વક ચર્ચતાં એવાં ઉપનિષદોનો છેલ્લો-નિશ્ચિત સિદ્ધાંત) તેનો કર્તા પણ હું છું.” આમ ઉપલા એટલા શ્લોકમાં તો જીવન અને જગતના સારભૂત રહસ્યને કહી દીધું. હવે અર્જુન પાછો ગૂંચવણમાં ન પડી જાય, તે ખાતર ખરો ખુલાસો કરે છે :
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ||१६|| उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः । यो लोक त्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ।।१७।। यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तम ||१८||