________________
અધ્યાય પંદરમો
૫૧૫
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ । एतबुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ।। २०॥ પુરષોત્તમ છું, એ જે અમોહી જાણતો મને; તે સર્વવતુ અને સેવે, સર્વભાવથી ભારત !૧૯ એમ નિગૂઢ આ શાસ્ત્ર, મે નિષ્પાપ ! તને કહ્યું,
એ જાણી થાય ધીમંત ને કૃતકૃત્ય ભારત ! ૨૦ હે ભારત ! આ પ્રમાણે હું જ પુરુષોત્તમ છું' એમ જે મોહરહિત થઈને જાણે છે, તે સર્વવિદ છે, અને તે સર્વભાવે કરીને મને જ ભજે છે. (મતલબ કે સર્વ જ્ઞાનનો સાર આટલો જ છે કે સર્વભાવે પુરષોત્તમપદનું ભજન કરવું.)
હે અનઘ ! (તું પાપરહિત થયો છું, માટે જ આ જ્ઞાન જીરવી શકે તેમ છે, અને તેથી જ તને) મે ગુહ્યમાં ગુહ્ય આ શાસ્ત્ર કહ્યું. તે ભારત ! (એટલું) એ જાણીને તો મનુષ્ય બુદ્ધિમાન અને તકૃત્ય થઈ જાય.
નોંધ : સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી લીધા પછી સ્વરૂપલક્ષે વીતરાગ આજ્ઞાધીન બનવું' આમ જે જૈનસૂત્રોના સારરૂપે શ્રીમદે કાવ્યપંકિત મૂકી છે તે ભાવનું જ ગુરુદેવે ઉપર કહ્યું. " પ્રભુને અમુક ભાવે ભજવા તો સહેલા છે, પણ સર્વભાવે ભજવા સહેલા નથી. જેણે પૂર્ણાશ મોહરહિત થઈ પરમાત્મસ્વરૂપ પિછાનું, એણે એકને જાણ્યા એટલે સર્વને જાણ્યું. તે સર્વજ્ઞ, સર્વવેત્તા અને સર્વક્રિયા સહજ ભાવે કરનાર સર્વભાવે પરમાત્મ સમર્પિત થઈ ચૂક્યો." જૈનસૂત્રો પણ એમ જ કહે છે.
કૃતકૃત્ય થવા સારુ અને જ્ઞાન પામવા સારુ ગુહ્યાતિગુહ્ય શાસ્ત્ર પરમ ઉપયોગી છે જ, પણ શ્રીકૃષ્ણગુરુએ અર્જુનને નિષ્પાપ સંબોધને સંબોધીને જ એ કહ્યું છે, એ એમ સૂચવે છે, કે પાપ-રહિત થયા વિના આ જ્ઞાન રહે તેવી અંતરંગ પાત્રતા નથી હોતી. અને પાત્ર ન હોય તો પાત્ર વિના આત્મજ્ઞાન કદી ન ટકે. ન જિરવાય તો બમણું નુકસાન થાય. એવો વાચાળ, અશ્રદ્ધાળુ અને મિથ્યાભિમાની પોતે પડે અને બીજાને પાડે! વળી જગતની સામે નાહક ઊંધું ઉદાહરણ પણ ઊભું કરે !
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो
नाम पंचदशोऽध्यायः ।।१५।।