________________
ગીતા દર્શન
અવિનાશ!) અમતની (મોક્ષની), શાશ્વત ધર્મની અને ઐકાંતિક સુખની પ્રતિષ્ઠા (છેલ્લી સ્થિતિરૂપ) હું જ છું.
૫૦૨
નોંધ : મતલબ કે બ્રહ્મ, સત્ય, નિર્વાણ, મુકિત, ઐકાંતિક સુખ એવી જે કંઈ સ્થિતિ કા હૈ આત્મમય’ જ છે. માત્ર નામો જ જુદાં છે, સિવાય કશું નહિ, આમ કહેવાનો અહીં આશય છે. અને તે યથાર્થ છે. જૈનસૂત્રો પણ સિદ્ધિ, મુકિત, સિદ્ધાયતન, સિદ્ધગતિ, પરમ સુખધામ આદિ ઘણાં નામો એ એક જ દશાનાં છે, એમ કહે છે. ગુરુદેવ અગાઉ આત્માનાં ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રી, સાક્ષી, જ્ઞેય, અક્ષર, પરંબ્રહ્મ એમ અનેક નામો એ પ્રમાણે કહ્યાં છે.મતલબ કે ગમે તે પકડો, પણ અંતે તો એક જ સ્થાને જઈ ચડવાના-જો સાચો માર્ગ પકડયો હશે તો ! અને એ ખાતર ગીતા, સમત્વજ્ઞાન, કર્મ-કૌશલ્ય અને સમર્પણ એમ ત્રણે પર ભાર આપે છે. હવે આખા અઘ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ||१४||
'ૐ તત્ સત્' એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં ગુણત્રયવિભાગયોગ નામનો ચૌદમો અઘ્યાય પૂરો થયો.
ચૌદમા અઘ્યાયનો ઉપસંહાર
જિજ્ઞાસુ અર્જુનને સંબોધીને શ્રીકૃષ્ણજી કહે છે :
"આત્માનો સંબંધ મહત્ત્રહ્મ (પ્રકૃતિ) સાથે થાય છે, એ મહત્ત્રહ્મથી ભૂતો જન્મે છે. આ રીતે ચોરાસી લક્ષ યોનિનું મૂળ પણ મહત્ત્રહ્મ છે. આ મહત્ બ્રહ્મનાં જોડાંને જો જુદાં જુદાં નામ આપીએ, તો પ્રકૃતિ એ જગન્માતા છે, પુરુષ એ જગત્પિતા છે. પ્રકૃતિ અને પુરુષ-સંગે ત્રણ ગુણો જન્મે છે. એ ત્રણે ગુણોનું કાર્ય ક્ષેત્રસવિકારી ક્ષેત્ર છે. એ પ્રકૃતિ-પુરુષનો સંગ ટાળ્યો કે સંસાર ટળ્યો.
પણ ત્રણે ગુણોનું કામ ભારે જબરું છે. એ અવિનાશી (અગાઉ વર્ણવેલા) ક્ષેત્રીને સવિકાર ક્ષેત્રરૂપ શરીરમાં બાંધી લે છે. તે ત્રણેમાંથી એકે જુદા રહેતા જ નથી. તેમનામાં વધઘટ જરૂર થાય છે. એટલે કાં તો દેહી ત્રિગુણાતીત હોય તો એ બંધનથી છૂટે, અથવા ત્રિગુણાતીત થવાનો પ્રયત્ન કરે તો એ ત્રિગુણની બેડીથી છૂટે.