________________
અધ્યાય ચૌદમો
૪૯૭ સત્ત્વગુણી ચડે ઊંચે, મધ્યમાં રાજસી રહે;
તમોવૃત્તિ તણા લોકો તામસી જાય છે નીચે. ૧૮ (ભારત !) સત્ત્વગુણી શરીરઘારી ઉચે ચડે છે (ઉન્નતિ પામે છે), રજોગુણી શરીરધારી મધ્યમાં રહે છે. (એની ઉન્નતિ તો ન જ ગણાય તેમ છેક અધોગતિ પણ ન ગણાય. તેઓ ધારે તો સહેલાઈથી ઉન્નતિને માર્ગે એટલે કે સત્ત્વગુણની પ્રાપ્તિને માર્ગે જઈ શકે) અને હલકટ ગુણમાં જેમની વૃત્તિ રહેલી છે, તેવા તામસી લોકો તો નીચે જ પડે છે. (અધોગતિ જ પામે છે.)
નોંધ : જૈનસૂત્રોમાં ઊર્ધ્વ, તિર્યમ્ અને અધસ' એમ ત્રણ લોક કહ્યા છે. ગતિની દષ્ટિએ દેવગતિ ઊંચી, મનુષ્યગતિ મધ્યમ અને તિર્યંચ તથા નરકગતિ હલકી એમ ગણાય છે. પરંતુ મોક્ષપ્રાપ્તિ તો મનુષ્યગતિમાં જ છે. એટલે તે મધ્યમ હોવા છતાં, જો જ્ઞાનમય બને તો સર્વશ્રેષ્ઠ છે. અને તેથી ઉચ્ચ કોટિના દેવો પણ એવી ઉજ્વળ માનવતા મેળવવા તે ગતિમાં જવા ઉત્સુક રહે છે, એમ શાસ્ત્રો બોલે છે, તે નક્કર સત્યો છે, ને તે આપણે જોઈ ગયા છીએ.
આ શ્લોકમાં વૃત્તિ' શબ્દ વપરાયો છે. તે પણ એ ભાવ સૂચવે છે, કે વૃત્તિને લીધે જ શરીરને આ ફળ ભોગવવું પડે છે, એટલે કે ઉચ્ચ-નીચ ગતિમાં જવું પડે છે. સુખ-દુ:ખ, રાગ-દ્વેષ આદિ જોડકાંથી સમતા ગુમાવવી પડે છે. માટે વૃત્તિને ઊર્ધ્વગામી રાખવી જોઈએ, તો સાત્ત્વિકતા પામી છેવટે મોક્ષ પણ પામી શકાય. એટલે જ હવે શ્રીકૃષ્ણગુરુજી એ તરફ અર્જુનનું ધ્યાન ખેંચે છે.
नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति । गुणेभ्यश्च परं वेत्ति मदभावं सोऽधिगच्छति ||१९|| गुणानेतानतीत्य त्रीन् देही देहसमुद्भवान् । जन्म मृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥२०|| ન કર્તા ગુણથી ન્યારો, જ્યારે દ્રષ્ટા જુએ અને; ગુણોથી પર જાણે છે, ત્યારે મદ્ભાવ મેળવે. ૧૯
અને છેવટે દેહી દેહે થનારા આ, ત્રણે ગુણો તરી જઈ; જન્મ-મૃત્યુ-જરા-દુઃખે છૂટી અમૃત ભોગવે.૨૦