________________
૪૯૬
ગીતા દર્શન
અહીં કોઈને શંકા થાય કે તમોગુણનાં લાભ અને સુખ પરિણામે અજ્ઞાનપ્રદ અને દુઃખકર શા માટે?
ગુરૂદેવ એ વિષે કહે છે કે જેનામાં લાભ કે સુખ પેદા કરવાની તાકાત જ નથી, તેમાં એ દેખાય તે માત્ર મિથ્યા છે. દા.ત. ઝાંઝવાનાં નીરમાં જળનો સંભવ જ નથી, ત્યાં જળનું હોવું મિથ્યા છે. દેખાય છે તે મિથ્યા જ્ઞાનથી, નહિ કે સત્યજ્ઞાનથી. એનું જ હવે પ્રતિપાદન કરે છે.
सत्त्वात् सज्जायते ज्ञानं रजसो लोभ एव च । प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ।।१७।। સત્ત્વથી જ્ઞાન જન્મે ને, રજથી લોભ જન્મતો;
પ્રમાદ મોહ અજ્ઞાન, તમથી જન્મતાં ખરે. ૧૭ (હે કૌતેય !) સત્ત્વગુણમાંથી જ્ઞાન ઊપજે છે, રજથી લોભ જ જન્મે છે, અને તમથી પ્રમાદ, મોહ તેમ જ અજ્ઞાન જ નીપજે છે.
નોંધ : મતલબ કે જે જેનો સ્વભાવ છે તે જ તેમાંથી નીપજે. રજોગુણ પાછળ સ્પૃહા અને લોભનો જ સળવળાટ હોય, તો તેવી પ્રવૃત્તિથી મળતું સુખ એ આત્માનંદ તો હોઈ જ કેમ શકે? જ્યાં અલોભ હોય ત્યાં જ આત્માનંદ હોય. લોભ હોય ત્યાં જંજાળ અને ચંચળપણું હોઈ ને એવા કર્મારંભથી મળતું સુખ એ જેમ કાયદાનની ગોળીને ચડાવેલ સાકરના પટની પાછળ જ કડવાશ જ હોય છે, તેમ ઉપરથી દેખાતા તે સુખ પાછળ અંતે દુ:ખ જ હોય ! અને રજોગુણીનો કરંભ ભલે ઉપરથી પરોપકારીપણાનો દાવો કરે, છતાં એમાં ઊંડો સ્વાર્થ અથવા કોઈ મહાકામના રહેલ જ હોય. એટલે સત્ત્વગુણી કર્મો કરવા છતાં પોતે જાગતો રહે તો પવિત્ર રહી છેવટ નિર્લેપતાને માર્ગે જઈ શકે છે. પણ રજોગુણી તો નીચે ધકેલાય છે, તમોગુણી તો મૂઢ સ્વાર્થમાં જ પડ્યો હોય. એની પ્રવૃત્તિ તો બહારથી પણ તુરત પરખાઈ જ જાય. બાકી રજોગુણીની પ્રવૃત્તિ કેટલીક વાર બહારથી તુરત ન પણ પરખાય તેવી ગૂઢ હોય છે.
હવે ગીતાકાર જૈનસૂત્રોની જેમ ત્રણ લોકની ત્રણ દિશા પ્રમાણે ત્રણે ગુણોનું પરિણામી સ્થળ બતાવે છે.
ऊवं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः । जधन्यगुणवृत्तिस्था अधोगच्छन्ति तामसाः ||१८||