________________
અઘ્યાય ચૌદમો
અપવિત્ર થતો નથી, અને ત્યાંથી આયુષ્યકાળ પૂર્ણ થતાં પાછો છઠ્ઠા અઘ્યાયમાં કહ્યા પ્રમાણે કાં તો પવિત્ર શ્રીમાનને ત્યાં અને કાં તો જ્ઞાની યોગીઓના કુળમાં જન્મ પામે છે, એટલે ફરીને અધૂરી સાધના પૂરી કરે છે.” આ રીતે સત્ત્વગુણ સાધકને નાટે પ્રથમ તો ઈષ્ટ જ છે. જોકે કાર્ય સર્યા પછી તે પણ દૂર કરવા જેવો જ છે. પરંતુ દૂર કરવાની વેળા આવશે ત્યારે એટલી યોગ્યતા સહેજે આવશે કે તે છોડી શકાશે. એટલે 'સાત્ત્વિક ગુણ તરફ દ્દષ્ટિ રાખવી' એમ સામાન્ય રીતે કહેવામાં જરાય વાંધો નથી.
૪૯૫
જૈનસૂત્રોમાં પણ એ દૃષ્ટિએ જ તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યાએમ ત્રણ લેશ્યાઓને પ્રાસ્ત કહી છે. વળી એમ પણ કહ્યું છે કે મરણ પહેલાં ઓછામાં ઓછો અંતમુહૂર્તકાળ (એટલે સમયથી માંડીને લગભગ બે ઘડી પર્યતનો કાળ) બાકી રહે ત્યારે જે લેશ્યા આવે, તે જ જાતની ગતિમાં-સજાતીય પરમાણુ સજાતીય પરમણુને ખેંચે એ જાતના કર્મવિજ્ઞાનના નિયમ પ્રમાણે એને જવું પડે છે. અને મૃત્યુકાળ - એ તો જિંદગીનાં સારાંમાઠાં કર્મને લીધે ઊપજેલાં સારાંમાઠાં કર્મો અથવા સારામાઠા સંસ્કારોનું સરવૈયું છે. જિંદગીના બીજા ભાગમાં કશું સુકૃત કે સદ્દભાવ ન સેવ્યાં હોય તો અંતિમકાળે ઉચ્ચ કોટિની લેશ્યા, અથવા ગીતાના શબ્દોમાં કહીએ તો સત્ત્વગુણની વૃદ્ધિનો ઉદય પ્રયત્ને પણ ન જ આવી શકે. માટે જીવનમાં સતત સુકૃત અને સદ્ભાવ અર્થે પળના પણ પ્રમાદ વગર પ્રભુને શરણે પુરુષાર્થ કરવો જોઈએ. કારણ કે કર્મ કોઈને છોડતાં જ નથી. ગુરુદેવ પણ હવે તે જ બીના કહે છે :
{:
: सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् । रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ||१६|| કહ્યું સુકૃત-કર્મોનું, ફળ સાત્ત્વિક નિર્મળ;
રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ. ૧૬
(હે અર્જુન ! ) સુકૃત્ય કર્મનું ફળ સાત્ત્વિક અને નિર્મળ (હોય છે તથા રજોગુણનું ફળ દુઃખ, અને તમાંરપુર્ણાનું ફળ અજ્ઞાન(હોય છે, એમ) કહ્યું છે.
નોંધ ઃ સાત્ત્વિક કર્મનું પરિણામ પવિત્રતા, રજોગુણી કર્મનું પરિણામ દુઃખ અને તમોગુણી કર્મનું પરિણામ અવિવેક અજ્ઞાન છે. આમ કહીને ગુરુદેવ તમોગુણી કે રજોગુણી કર્મમાં દેખાતાં લાભ કે સુખ એ પરિણામે અજ્ઞાન અને દુઃખનાં જ દેનાર છે, એમ કહીને સાત્ત્વિક કર્મ તરફ વાળે છે.