________________
ગીતા દર્શન
અશાંતિ એવા રજોગુણની વૃદ્ધિમાં જન્મવાવાળા-દુર્ગુણોનો પરાજય કરી સાધકે પ્રકાશમય જ્ઞાન ભણી પ્રયત્ન કરવો ઘટે, કે જેથી રજોગુણ અને તમોગુણ બન્નેને હરાવીને સત્ત્વગુણ વધેલો રહે અને એ દ્વારા છેવટે મુક્તિ પમાય.
૪૯૪
જે સાધક એમ કહે છે કે 'શી ઉતાવળ છે ? ધીરે ધીરે ઉચ્ચ માર્ગે જઈશું ?’ તેવા સાધકનો પ્રમાદ છોડાવવા સારુ ગુરુદેવ પડકાર કરે છે. 'મૃત્યુ કયારે આવશે તે નિશ્ચિત નથી. અને જો રજોગુણ કે તમોગુણવાળી સ્થિતિ અંતકાળે રહી તો મનુષ્ય જેવી સુંદર જિંદગી એળે જવાની, અને ઊલટી મૂળ મૂડી ગુમાવીને અધોગતિમાં જવું પડવાનું.’ એ રીતે હવે કહે છે :
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् । तदोत्तमविदां लोकानमलान् प्रतिपद्यते || १४|| रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते । तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ||१५|| વધેલા સત્ત્વમાં દેહી, જો લય પામી જાય, તો પામે પવિત્ર લોકોને, ઉત્તમ જ્ઞાનીઓ તણા. ૧૪ જન્મે છે કર્મસંગીમાં, પામે જો ૨જમાં લય;
તેમ તમોગુણે લીન, જન્મે છે મૂઢયોનિમાં. ૧૫
જ્યારે (પોતામાં) સત્ત્વગુણ વધેલો હોય ત્યારે (તેવી સ્થિતિમાં) દેહધારી પ્રલય પામે (મૃત્યુ પામે) તો ઉત્તમ જ્ઞાનીઓ કેરા નિર્મળ લોકને (પવિત્ર જગતને વિષે જન્મ) પામે છે.
રજમાં પ્રલય પામીને તે દેહધારી કર્મસંગીમાં (કર્મમાં આસકત એવા લોકોની વચ્ચે) જન્મ લે છે, અને તમમાં લીન થાય. (એટલે કે તમોગુણ વધેલો હોય ત્યારે મૃત્યુ પામે) તો મૂઢ યોનિઓમાં (અજ્ઞાની અને આળસુ લોકમાં, પશુ અગર નરકયોનિઓમાં) જન્મે છે.
નોંધ : જ્ઞાનેશ્વર મહારાજ પોતાની ટીકામાં આ જાતનું લખે છે ઃ "દીપક એક ઠેકાણેથી બીજે લઈ જવાય, તોય તે કંઈ દીપક મટતો નથી. તે તો ત્યાં પણ પ્રકાશક રહે જ છે. તેમ અહીંનો સત્ત્વગુણીજીવ જ્યાં જાય ત્યાં સત્ત્વગુણની સુવાસથી સર્વ સ્થળે મહેકતો રહે છે. આવો દેહધારી સ્વર્ગમાં જાય તો પણ ભોગવિલાસથી