________________
અધ્યાય ચૌદમો
૪૯૩
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा । रजस्येतानि जायन्ते विवृद्ध भरतर्षभ ||१२|| अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च । तमस्येतानि जायन्ते विवृद्ध कुरुनन्दन ॥ १३|| રજ-તમ ઘટયે સત્ત્વ, સત્ત્વ-તમ ઘટયે રજ; વધે ભારત તે રીતે, સત્ત્વ-રજ ઘટયે તમ. ૧૦ આ દેહે સર્વ દ્વારોમાં પ્રકાશ જ્ઞાન ઊપજે; જ્યારે ત્યાં જાણવો ત્યારે, વધેલો સત્ત્વગુણ એ. ૧૧ કર્યારંભ સ્પૃહા લોભ, પ્રવૃત્તિ ને અશાંતતા; રજોગુણ વધે ત્યારે, જન્મે એ ભરતષભ ! ૧૨ અંધકાર, વળી મોહ, અપ્રવૃત્તિ ને પ્રમાદ એ;
તમોગુણ વધે ત્યારે, જન્મે છે કુરુવંદન. ૧૩ હે ભારત ! રજોગુણ અને તમોગુણ બન્નેને હરાવીને સત્ત્વગુણ આગળ આવે છે. સત્ત્વ અને તમોગુણ ઘટે ત્યારે રજોગુણ વધે છે. અને સત્ત્વગુણ તથા રજોગુણ ઘટે ત્યારે તમોગુણ વધે છે.
(અર્જુન! એ એ ગુણો પૈકી કોણ ક્યારે અને કેટલો વધ્યો તે જાણવું હોય, તો ) આ શરીરમાં બધાં દ્વારો (ઈન્દ્રિયો)માં જ્યારે પ્રકાશમય જ્ઞાન ઊપજે ત્યારે જાણવું કે એ સત્ત્વગુણની વૃદ્ધિ થઈ છે.
(સત્ત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ એવાં આપો-આપ વિવેકમય થાય છે કે અશુભ એમને હાથે થતું જ નથી.)
પણ હે ભરતષભ જ્યારે રજોગુણ વધે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્યારંભ, અશાંતિ અને સ્પૃહ (દેખાઈ આવતી) હોય છે.
અને હે કુરુનંદન ! જ્યારે તમોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે અપ્રકાશ (અંધકારરૂપી અજ્ઞાન) અપ્રવૃત્તિ (જડતા), પ્રમાદ અને મોહ (દેખાવ દેતાં) હોય છે.
નોંધ : આનો અર્થ એ થયો કે અજ્ઞાનરૂપી અંધારું, મંદતા, પ્રમાદ, મોહ એવા તમોગુણની વૃદ્ધિવાળા દુર્ગુણો અને લોભમય પ્રવૃત્તિ કે તૃષ્ણામય કર્મારંભ અને અશમનો અર્થ જ્ઞાનેશ્વર મહારાજે અશાંતિ નહિ પણ ઉચ્છંખલપણું કર્યો છે.