________________
૪૯૮
ગીતા દર્શન
(જ્યારે જીવ દ્રા બનીને ગુણો કરતાં કોઈ અન્ય કર્તા નથી, (અર્થાત્ ગુણસંગને લીધે કર્તાપણું છે, અન્યથા નહિ) એમ જુએ છે, અને આત્મા પોતે તો ગુણોથી પર છે એટલું જાણે છે, તે મદૂભાવ-અંતર્યામીસ્વરૂપ મેળવે છે.
(આટલું જનાર જાણનાર એ પણ સમજે છે, કે દેહને લીધે જ આ ગુણોની હસ્તી છે, તો મારે શા માટે એમાં રાચવું જોઈએ ? એમ શુદ્ધ સ્વરૂપને પેખતો છતો તે) દેહધારી-દેહે સંભવનાર આ તમોગુણ, રજોગુણ અને છેવટે સત્ત્વગુણથી પણ પર થઈને એટલે કે, ત્રણે ગુણોને તરી જઈને (દેહની સાથે રહેલા) જન્મ, મૃત્યુ, જરા અને દુઃખ-જન્મ, મૃત્યુને જરાથી ઊપજતાં દુઃખ-થી છૂટીને અમૃતમોક્ષ-ભોગવે છે.
નોંધ : અગાઉ તેરમા અધ્યાયમાં કહેવાઈ જ ગયું છે કે કર્તાપણામાં મુખ્ય ભાગ પ્રકૃતિ જ ભજવે છે. તેથી સાચો જોનાર જ્ઞાની પોતે અભિમાનપૂર્વક કશું કરતો નથી, અને અભિમાન ગયું, એટલે જે કર્મ થાય તે પારમાર્થિક કર્મો જ હોય અને પોતાનું મમત્વ તો શરીર પર પણ ન હોય. તે તો શરીરને પણ સંયમના હેતુરૂપ માને, એટલે રાગ-દ્વેષ કે સ્વચ્છેદ-પ્રતિબંધનાં કારણો ઊપજે જ નહિ. એટલે તે અંતર્યામી બને અને છેવટે સકળ ગુણોથી મુકત થઈ જન્મ, મૃત્યુ, જરા આદિ અવસ્થાઓના દુઃખથી પણ મુકત થાય, તે સમજી શકાય તેવું તો છે જ.
કર્તાપણું જ્યાં છે, ત્યાં ગુણધારી, ગુણસંગી જીવ છે એમ જોવું, અને જીવનું ખરું મૂળ સ્વરૂપ ગુણ કરતાં જુદું છે આટલું જાણવું. બસ, આનું જ નામ તે જૈન સૂત્રોનાં દર્શન-જ્ઞાન-સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન. એ આવ્યા એટલે ચારિત્ર તો સહેજે આવે જ. જે આપણે એકથી વધુવાર કહી ગયા. ગુરુદેવે આ અધ્યાયની શરૂઆતમાં અર્જુનને જે વચન કહેલું "સર્વોત્તમ પસંજ્ઞાન હું કહીશ, કે જે મોક્ષનું સાધન જ થશે” એમાં હવે વાચકને જરાય અતિશયોકિત નહિ લાગે. એ અર્જુનને તો પૂરી ખાતરી થઈ ચૂકી, એટલે હવે એને એવી દશા મેળવવાની તાલાવેલી જાગે છે. અને તે પોતાના ગુરુદેવ પાસે પ્રશ્ન મૂકે છે.
अर्जुन उवाच । कैलिंङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो । किमाचारः कथं चैतांस्त्रीन् गुणानतिवर्तते ||२१||